તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

છેતરપિંડી:અંકલેશ્વર GIDCના 74.24 લાખની ઠગાઇમાં વધુ 1 ઝબ્બે

અંકલેશ્વર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બોગસ કંપની બનાવીને છેતરપિંડી કરી હતી

અંકલેશ્વર જીઆઈડીસીના ખાતામાંથી ડુપ્લીકેટ ચેક આપી 74.24 લાખની છેતરપિંડી કરાયા છે. બનાવની જાણ થતાં જ બનાવ અંગે જી.આઈ.ડી.સી.ના રીજીયોનલ મેનેજર ધવલ વસાવા દ્વારા અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવાઇ છે.

અંકલેશ્વર જીઆઇડીસી પીઆઈ તેમજ તેમની ટીમે તપાસ આરંભી હતી અને ગણતરીના દિવસોમાં પી. ગોલ્ડ નામની બનાવતી કંપનીમાં નાણાની ઉચાપત કરનાર બે સગા ભાઇ મયુરકુમાર જશવંત પંચાલ, પ્રિતેશકુમાર જશવંત પંચાલ બંને રહે દાહોદ ગોધરાથી ધરપકડ કરી હતી. ભેજાબાજો પાસેથી 5 લાખ પણ રિકવર કર્યા હતા.

આ પ્રકરણમાં વધુ એક આરોપીને પોલીસે મહારાષ્ટ્રથી ઝડપી પાડ્યો છે.જીઆઇડીસી પોલીસે મુંબઈ ખાતેથી આ ચેક કુરિયર કરનાર મનોહર શંકરભાઈ પાટીલ રહેવાસી.પાળ બિલ્ડીંગ મુંબઈની ધરપકડ કરીને જીઆઈડીસી પોલીસ સ્ટેશન ખાતે વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...