સુવિધા:અંકલેશ્વરના 18 ગામના 1 લાખ લોકોને પીવાનું શુદ્ધ પાણી મળશે

અંકલેશ્વર6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાણીની માગ વધતાં યોજનામાં સુધારણા માટે 20 કરોડ મંજૂર

અંકલેશ્વર શહેર તથા આસપાસ આવેલાં 18 ગામના લોકોને પીવાનું પાણી મળી રહે તે માટે ગડખોલ -દઢાલ પાણી યોજનામાં સુધારણા કરવામાં આવશે અને તેના માટે સરકારે 20 કરોડ રૂપિયા મંજુર કર્યા છે. અંકલેશ્વર 18 જેટલા ગામોમાં હાલ ઓએનજીસી તળાવમાં સંગ્રહ કરવામાં આવેલાં પાણીમાંથી પીવાનું પાણી પુરૂ પાડવામાં આવી રહયું છે. વસતીમાં થઇ રહેલાં વધારાના કારણે પાણીની માગમાં વધારો થયો છે. આ બાબતે ભરૂચના ધારાસભ્ય અને વિધાનસભાના નાયબ મુખ્ય દંડક દુષ્યંત પટેલે રાજય સરકારમાં રજુઆત કરી હતી.

જેના પરીણામ સ્વરૂપ સરકારે યોજનામાં સુધારણા માટે 20 કરોડ રૂપિયા મંજુર કર્યા છે. સરકારે મંજુર કરેલી રકમમાંથી પાણીની ટાંકી, આંતરિક પાઇપલાઇન, ભૂગર્ભ સંપ, પંપ હાઉસ સહિતની જરૂરી વસ્તુઓનું નિર્માણ કરવામાં આવશે. આ યોજના પુર્ણ થશે ત્યારે અંકલેશ્વર શહેર ઉપરાંત 18 ગામ ના અંદાજે 1 લાખથી વધુ લોકો મીઠા પાણી સુવિધા મળી રહેશે. અત્રે ઉલ્લેખનીય છે કે, નર્મદા નદી નજીક આવેલ હોવા છતાં મીઠા પાણી માટે મારે રૂપિયા ખર્ચવા પડી રહયાં છે. યોજના મંજુર કરાવવા બદલ આ ગામોના સરપંચોએ ધારાસભ્યનો આભાર માન્યો હતો.

આ ગામના લોકોને યોજનાનો લાભ મળશે
છાપરા, કાંસિયા, સામોર, નોગામા, માંડવા બુજર્ગ, અમરત પુરા, મોતાલી, દઢાલ, ઉછાલી, કરારવેલ, અવાદર, પારડી મોખા, જીતાલી, પીપલોદ, સેંગપુર, ગડખોલ, અંદાડા અને સારંગપુર

અંકલેશ્વર શહેરમાં તાપીનું પાણી મળે છે
અંકલેશ્વરવાસીઓ પીવાના પાણી માટે તાપી નદીના પાણી ઉપર નિર્ભર છે. ઉકાઇ કેનાલમાંથી પાણી મેળવી તેનો વિવિધ તળાવોમાં સંગ્રહ કરવામાં આવે છે. આ પાણી પાઇપલાઇન મારફતે શહેર તથા ગામડાઓ સુધી પહોંચાડવામાં આવે છે. નર્મદા કિનારે વસેલા અંકલેશ્વરમાં જ નર્મદાના બદલે તાપી નદીનું પાણી આપવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...