તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માત:ટ્રક ચાલકે ટેમ્પાને અડફેટમાં લીધા બાદ કારને ટક્કર મારી

આમોદ17 દિવસ પહેલા
  • કૉપી લિંક

આમોદ પોલીસ સ્ટેશનની એફ આઈ આર માહિતી મુજબ ફરિયાદી અને તાલુકા ના દોરા ગામ ના સિકંદર ઘાંચી પોતાની માલિકી ની ફોર વ્હીલ કાર લઈને રાત્રીના પોણા અગિયાર વાગ્યાંની આસપાસ પોતાની જીઆરડીની ફરજ બજાવવા આવતા હતા ત્યારે આમોદ ના બત્રીસીના નારા પરના રોડ પર જીઆરડીની ફોર વ્હીલ કારની પાછળ આરટીઓ રજિસ્ટ્રેશન વારો ટેમ્પો આવતો હતો. એની પાછળ ટ્રકે ટેમ્પાને ટક્કર મારતા ટેમ્પો રોડની સાઈડ પર ઉતરી ગયો હતો અને ત્યાર બાદ જીઆરડી જવાનની કારને ટક્કર મારતા રોડની સાઈડ પર પલ્ટી મારી ગઈ હતી. ટ્રિપલ અકસ્માત થયો પણ નાની ઇજાઓ સાથે સદનશીબે કોઈ જાન હાનિ થઇ નથી. ટ્રિપલ અકસ્માતમાં ત્રણેવ ગાડી ને મોટુ નુકશાન થયાં નું સૂત્રો પાસે થી જાણવા મળ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે આ રોડ તેર કરોડ ના ના ખર્ચે નિર્માણ પામેલો છે પણ ભ્ર્સતાચાર પણ ખુબ મોટા પાયે થયેલ છે. ના ના ભ્ર્સતાચાર થયો છે. અને ટૂંક સમય માંજ રોડ માં મસ્ત મોટા ખાડા ઓ થઇ ગયા છે. જે સદર્ભે કોન્ટ્રાકટર વિરુદ્ધ ખુબ મોટા પ્રમાણ માં અરજીઓ. આવેદન પત્રો જાગૃત નાગરિકો એ કરેલી છે. પણ કોન્ટ્રાકટર તેમજ તંત્ર નું પેટનું પાણી પણ હલતુ નથી. રોડ નું ફરીથી સંતોસ કારક કામ કર્યું નથી. શું તંત્ર કોઈ મોટી જાનહાની નું રાહ જોઈ રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...