ભ્રષ્ટાચાર:આમોદ પાસે હાઈવે પરના સ્પીડ બ્રેકર બે મહિનામાં જ તૂટી ગયાં

આમોદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
કોન્ટ્રાકટરો મનફાવે તેવું મટીરીયલ વાપરી સરકારી ગ્રાન્ટમાં કટકી કર્યાના આ બમ્પ ચાડી ખાય છે. - Divya Bhaskar
કોન્ટ્રાકટરો મનફાવે તેવું મટીરીયલ વાપરી સરકારી ગ્રાન્ટમાં કટકી કર્યાના આ બમ્પ ચાડી ખાય છે.
  • હલકી ગુણવત્તા વાળા સ્પીડ બ્રેકર મૂકાતાં ખાયકી થયાની બૂ

આમોદ પાસેથી પસાર થતા હાઈવે ઉપર ચોકડી પાસે ગોઠવેલા હલકી ગુણવત્તા વાળા સ્પીડ બ્રેકર અંદાજિત બે મહિના પહેલાં જ નાંખવામાં આવ્યા હતા. મેઈન રોડ પર પાથરવામાં આવ્યા હતા તે સ્પીડ બ્રેકર હવે સ્થળ પર ભસ્ટાચાર થયો છે તેની ચાડી ખાતા હોય એવી સ્તિથી માં છે .અને રોડ ના ભ્ર્સતાચાર ને ઢાંકવા સૌંદર્ય સામગ્રી માં કપચા અને કારા કલર નો ડસ્ટ પાઉડર હાલ ચાલુ વરસાદે અંદાજિત બે કિલોમીટરમાં દરરોજ નિત્યક્રમ મુજબ તંત્ર દ્વારા ખાડા પુરવાનું કામ ચાલુજ રહે છે .

અને રોડ પર થી સતત ભારદારી વાહનો પસાર થાય છે તો મટીરીયલ બહાર નિકરી જાય છે.અને પાછો એજ ખારા ને પુરવા માં આવે છે અને સરકારી ગ્રાન્ટ નો વારંવાર દુરુપયોગ થઇ રહ્યો છે.અને ભારદારી વાહનો ના ટાયર ને કપચા થી નુકશાન થઈ રહ્યું છે.કપચા ટાયર નીચે થી પિસ્તોલ ની ગોરી માફક ઉડી રહ્યા છે.જેથી ચોવીસ કલાક ધમધમતા રોડ પર વાહન ચાલકો તેમજ મેઈન ચોકડી પર ની વિવિધ દુકાનો ના માલિકો અને રાહદરિયો મુશ્કેલી સાથે ભય માં મુકાયા છે.અને વારંવાર અકસ્માત તેમજ ટ્રાફિક સમસ્યા કાયમી બની ગયેલ છે.

13કરોડ ના ખર્ચે નિર્માણ પામેલ રોડ બનાવવામાં અને પેચ વર્ક કરવા માં અધિકારીઓ અને કોન્ટ્રાકટરો મનફાવે તેવું મટીરીયલ વાપરી સરકારી ગ્રાન્ટ વારંવાર ગટકી જાય છે. તે સદર્ભે જાગૃત નાગરિકો એ ઉચ્ચ કક્ષા એ રજુવાતો કરતા તપાસ નો ડોર ને વેગ મળતા હવે નગરજનો નિષ્પક્ષ તપાસ થાય એવી મીટ માંડી છે. આમોદ નો રાષ્ટ્રીય ધોરી માર્ગ 64એ જંબુસર, સૌરાષ્ટ્ર તરફ તેમજ વડોદરા તેમજ કરજણ હાઇવે તેમજ પાલેજ હાઇવેમાર્ગ તેમજ વાગરા જી આઈ ડી સી તેમજ ભરૂચ સહીત રોડ જોડતો માર્ગ ભ્રષ્ટાચાર મુક્ત વિકાસ ઝંખી રહ્યો છે.

બે વર્ષ પેહલા 13 કરોડના ખર્ચે માર્ગ બન્યો
બે વર્ષ પેહલાં આમોદ મલ્લા તલાવડીથી બત્રીસીના નાળા સુધીનો મેઈન રોડ 13 કરોડના ખર્ચે બન્યો હતો. તેના માટે જુના રોડને ખોદી અને નવો નિર્માણ પામેલો છે. શરૂઆત થીજ રોડ બનાવવામાં ભ્રષ્ટાચાર મોટા પાયે થયો હોવાનું પ્રજામાં ચર્ચાઈ રહ્યું છે. રોડનું નિર્માણ થયાના બે જ મહિના માં રોડ ની સ્તિથી દયનિય બનતા અનેક વાર પેચીંગ વર્ક થયું છે. અને પેચીંગ વર્ક તેમજ સ્પીડ બ્રેકરમાં પણ ખાયકી થઈ રહી છે.

અન્ય સમાચારો પણ છે...