તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તંત્ર નિદ્રાંધિન:આમોદના ભીમ પુરા ગામે સરકારી દવાખાના પાસે ગંદકીનું સામ્રાજ્ય

આમોદ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઈન્દિરા આવાસનો શૌચક્રિયા માટે ઉપયોગ કરતા લોકો
  • દારૂના વ્યસનીઓના ડરથી લોકો આવાસ વિહોણાં

આમોદના ભીમપુરા ગામે દારૂના બંધાણીઓ અને વેચનારાની સરકારી દવાખાના પાસે જ દારૂની ભઠ્ઠીઓ ધમધમે છે. ત્યાં આસપાસ રોજ કમાઈને ખાનારા શ્રમજીવી પરિવારો રહે છે. પશુપાલન તેમજ અન્ય ખેડૂતો ના રોજ પર ખેત મજૂરી કરી સહ પરિવાર પોતાનો ઘર સંસાર ચલાવી રહ્યા છે. ખોબલા જેવા ગામમા દારૂના દૂષણથી સરકારી દવાખાને જતા પણ ગામ ની માં બહેનો અચકાય છે. સ્થાનિક રહીશ ના આક્ષેપ મુજબ દારૂ નું દુષણ એટલું મોટા પાયે ફૂલીફાલી ગયું છે કે,યુવાનો તેમજ આધેડો મોતને ભેટ્યા છે. જેથી કેટલીય જુવાન જોધમાં બહેનો વિધવા બની છે.

ખેતમજૂરી કરીને પોતાનું જીવનનિ્વાહ કરી રહ્યાની વેદના લોક મુખે સાંભરવા આવે તો નિર્દય માણસને પણ આખોમાં આસુંડા વહી જાય એવી સ્તિથી હાલમાં છે, છતાં પરિવારને વેરવિખેર કરનાર માથાભારે લિસ્ટેડ બુટલેગરો વધુ પૈસા કમાવવાની લ્હાયમાં અનેક જુવાનોને દારૂના દુષણમાં હોમી રહ્યા છે.

બુટલેગરો બેફામ બનતા હવે ગામના વિકાસની ચિંતા થાય છે
ગામમાં લોકોએ અનેક વાર ભીમપુરા ગામના દેશી દારૂના વેપલાના વીડિયો વાયરલ કર્યા છે અનેક વાર માથાભારે લિસ્ટેડ બુટલેગરોના ત્યાં સ્થાનિક પોલીસે રેડ કરી છે અને કાયદેસરની કાર્યવાહી કરીછે. ફરી એક વાર બુટલેગરો બેફામ બનતા ગામના વિકાસની ચિંતા થઈ રહી છે. - કપીલ જાદવ, ભીમપુરાના રહીશ.

અન્ય સમાચારો પણ છે...