ધરપકડ:માળીયાના ખાખરેચી ગામે મહિલાની હત્યા કરનાર આમોદ પાસેથી ઝડપાયો

આમોદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આડા સંબંધમાં મહિલાને બળજબરીથી સાથે લઈ જવામાં હત્યા કરી હતી
  • ગત 14 ઓગસ્ટે મહિલાની હત્યા કરી શખ્સ ફરાર થઈ ગયો હતો

માળીયા તાલુકાના ખાખરેચી ગામે આડા સંબંધમાં મહિલાને બળજબરીથી સાથે લઈ જવાની બાબતે હત્યા કરી નાસી છૂટેલા આરોપીને આમોદ નજીકથી ઝડપી લેવામાં આવ્યો છે. માળીયા તાલુકાના ખાખરેચી ગામે ગત તા.14 ઓગસ્ટના રોજ શારદાબેન રણજીતભાઈ બામેટિયા નામની મહિલાની હત્યા કરી ભુપત સવાભાઈ વડેચા (રહે.ઝીંઝૂવાડા, તા.દસાડા) અને તેનો સાગરીત ભાઈ નાસી છૂટ્યા હતા. જે દરમિયાન ભરૂચ જિલ્લાના આમોદ પોલીસ મથક હેઠળ આવતી અડવાલા ચોકડી નજીક આરોપી ભુપત વડેચા અન્ય મહિલા સાથે શંકાસ્પદ હિલચાલ કરતો જોવા મળતા આમોદ પોલીસે ઝડપી લીધો હતો.

બીજી તરફ આરોપી ભુપત વડેચા અંગે આમોદ પોલીસે ઇ ગુજકોપ પોકેટ એપ મારફતે તપાસ કરતા આરોપી મોરબી જિલ્લાના માળીયા તાલુકા પોલીસ મથક હેઠળ નોંધાયેલ ગુન્હામાં નાસતો ફરતો હોવાનું માલુમ પડતા આમોદ પોલીસે આરોપીને હસ્તગત કરી માળીયા પોલીસને સોંપવા તજવીજ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...