તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અનોખો વિરોધ:તેગવાના ખેડૂતોએ કપાસના પાકની સ્મશાનયાત્રા કાઢી, અગ્નિદાહ આપીને અનોખો વિરોધ દર્શાવ્યો

આમોદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સરકાર પાસે નુકસાનીના વળતરની માગ કરી

આમોદ તાલુકા તેગવા ગામના ખેડૂતોના આગેવાનોના આક્ષેપ મુજબ તાલુકામા ફેક્ટરી ઓ ના પ્રદુષણના રસાયણ હુમલાઓથી મહામૂલી ખેતીના ઉભા પાકને પારાવાર નુકસાન થતા ખેડૂતો ની આર્થિક સ્થિતિ નબરી અને ગરીબાય મા ધકેલાય ગઈ છે. ત્યારે સરકાર ની ખેડૂતો ને સહાય ચૂકવવા. મસ્કરી સુજે છે અને કંપનીઓ સામે કાર્યવાહી દાખલો બેસે એવી તસ્દી લેતી નથી .સરકાર બિન જરૂરી કરોડો રૂપિયા નો ધુમાડો કરે ને જનતા ના કરવેરા નો બેફામ દુરઉપયોગ કરે છે.

પણ ખેડૂતોની લાગણીઓ કે માંગણીઓ ની સહાનુભૂતિ દાખવવામાં આવતી નથી.ત્યારે આજ રોજ તેગવા ગામના ખેડૂતોએ ખેતર માં રહેલા પાચ એકર થી વધારે નુકસાની વાળા ઉભા પાક ની હિન્દુ સાંસ્કૃતિક વિધિ મુજબ નનામી કાઢી સરકાર પાસે પાક ને થયેલ નુકસાન ની માંગણી કરીછે. જેમાં ગામની ખેડૂત બહેનોએ છાઝિયા મરણ રિવાજ ના કર્યા હતા.મહામૂલી પાકને અગ્નિદાહ આપ્યો હતો. વિવિધ ઉદ્ઘાટનો તેમજ યાત્રાઓ પાછળ કરોડો રૂપિયા ખર્ચ કરતી સરકારની સામે ખેડૂતોને પાક નુકસાન માટે સ્મશાન યાત્રા કાઢી અગ્નિડાહ આપી અનોખો વિરોધ કર્યો હતો. વિરોધ કાર્યક્રમમાં ખેડૂતો અને ખેડૂત પરિવારની બહેનો મોટી સંખ્યા મા જોડાય ને કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...