કદરૂપો રોડ:આમોદમાં 13 કરોડના ખર્ચે બનેલા રસ્તામાં કોન્ટ્રાક્ટરની બેદરકારી

આમોદએક મહિનો પહેલા
  • કૉપી લિંક

આમોદમાંથી પસાર થતો માર્ગ ભયજનક અને જીવલેણ ખાડા, કપચા અને કાળા કલરનું ડસ્ટ પાવડરના કારણે કદરૂપો રોડ બની ગયો છે. જેને ઢાંકવાનો ફરી એકવાર તંત્ર દ્વારા નિષ્ફર પ્રયાસ કરવામાં આવ્યો છે.

વાહન ચાલકો તેમજ નગરજનો આ માર્ગથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. આમોદ મલ્લા તલાવડી થી બત્રીસીના નાળા સુધીનો રોડ તેર કરોડના ખર્ચે જુના રોડને ખોદી અને નવો નિર્માણ પામેલો છે. પણ રોડ બનાવવામાં ખાયકી મોટા પાયે થયી હોવાની લોકોમાં ચર્ચા જાગી છે. રોડનું નવું નિર્માણ થયાના બે જ મહિનામાં રોડની સ્તિથિ દયનિય બની છે. અનેક વાર માર્ગ ઉપર પેચીંગ વર્ક થયું છે. જેમાં પણ અધ્ધ ખાયકી થયાનું લોકો કહી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...