તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાલાકી:ડિજિટલ ઇન્ડિયાના સમયમાં આમોદ માળખાકીય સુવિધાથી હજી વંચિત

આમોદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
સસ્તા અનાજની દુકાને અનાજ લેવા લોકોની કતારો. - Divya Bhaskar
સસ્તા અનાજની દુકાને અનાજ લેવા લોકોની કતારો.
  • સસ્તા અનાજની દૂકાનમાં કૂપન ન નીકળતા લોકો પરેશાન
  • સ્થાનિક વહીવટી તંત્રના પાપે વિકાસ થયો જ નથી

आઆમોદમાં સરકાર માન્ય સસ્તા અનાજની દુકાનો પર ગ્રાહકોની સાથે બારકોડેડ રેશનકાર્ડની લાંબી કતારો જોવા મળી રહી છે. કોમ્પ્યુટર સર્વર ડાઉન થવાને પગલે પાછલા અઠવાડિયાથી દુકાન સંચાલક તેમજ ગ્રાહકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. 21મી સદીમાં જયારે દેશ ટેક્નોલોજીની હરણફાળ તરફ આગળ વધી રહ્યો છે ત્યારે મારખાકીય સુવિધાથી આમોદ શહેર ડિજિટલ ઇન્ડિયામાં વિકાસ ઝંખી રહ્યો છે.

સ્થાનિક વહીવટી તંત્ર કચેરીમાં પંખા તળે બેસી આળસ થી ટેવાયેલ અધિકારીઓ ના પગલે મારખાકીય ડિજિટલ સુવિધા ન મળતા સસ્તા અનાજ ની દુકાનો ના સંચાલકો દ્વારા ગ્રાહકો ને અનાજ નો જથ્થો આપવા અત્યંત જરૂરી કૌટુંબિક બારકોડ રેશનકાર્ડની કહેવાતી કુપન કોમ્પ્યુટર થી મેળવવા માટે ના સર્વર ડાઉન ની સમસ્યા ને લય ને આમોદ પુરવઠા તંત્ર ને સંચાલકો અને ગ્રાહકો ની ફરિયાદ વારંવાર રજુવાત કરવા છતાં કોઈ કાયમી સંતોષકારક પરિણામ આજદિન સુધી મળ્યું નથી.

દુકાન સંચાલક મહિનાનો જથ્થો આપવા અને ગ્રાહકો મેળવવા ના અંતિમ દિવસોની આરે છે. ત્યારે દુકાન સંચાલકો સરકારે નિયત કરેલા સમય પેહલા અને સમય થી લેટ દુકાન બંધ ગ્રાહકો નો કિંમતી સમય ને માન આપી કરી રહ્યા છે.

અનાજની ખાલી થેલી લઇને ઘરે પરત જઇએ છીએઃ લાભાર્થીઓ
દુકાન પાસે લાંબી કતારમાં ઉભેલા ગ્રાહકોએ જણાવ્યું કે, અમે ત્રણ દિવસથી કામધંધો છોડી બારકોડેડ રેશનકાર્ડ લાઈનમાં મૂકી દુકાનના નિયત સમયે આવી અને બંધ થવા સુધી અનાજનો જથ્થો મેળવવા રાહ જોઈ એ છીએ. છતાં જથ્થો ન મળતાં અનાજની ખાલી થેલી લઇને ઘરે પરત જઇએ છીએ.

અન્ય સમાચારો પણ છે...