તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:ભરૂચમાં મિનિ લોકડાઉનનો અમલ 18મી મે સુધી લંબાવાતા વેપારીઓમાં નારાજગી વ્યાપી

ભરૂચ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સવારના સમયે દુકાન ચાલુ રાખવા માટે મંજૂરીની માંગ કરાઇ

ભરૂચમાં મિનિ લોકડાઉનનો અમલ પુનઃ એકવાર લંબાવવામાં આવતા વેપારીઓમાં નારાજગી જોવા મળી રહી છે. વેપારીઓ બપોર બાદ સંપૂર્ણ બંધની માંગ કરી રહ્યા છે.

ભાડે દુકાન રાખી ધંધો કરતા વેપારીઓની કફોડી હાલત
રાજ્ય સરકાર દ્વારા કોરોનાના વધતા જતા સંક્રમણને નાથવા માટે નાઈટ કરફ્યુ અને તે બાદ વધુ નિયંત્રણો લગાડવામાં આવેલ છે. જેની મુદ્દત 12 મી મેના રોજ પૂર્ણ થતાં પુનઃ એકવાર તેમાં વધારો કરી 18 મી મે સુધી લંબાવવામાં આવ્યું છે. જેના પગલે અનેક ધંધા રોજગારને અસર થઈ રહી છે. સૌથી કફોડી હાલત ભાડે દુકાન રાખી ધંધો કરતા વેપારીઓની થઈ છે.

મિનિ લોકડાઉનને કારણે ધંધા-રોજગાર વગર પડી ભાંગ્યા
છેલ્લા દોઢ વર્ષ થી કોરોનાના કારણે આર્થિક નુકસાની ભોગવી રહેલા વેપારીઓની ધીરજ હવે ખૂટી છે. ભરૂચના સ્ટેશન રોડ પર આવેલ પટેલ સુપર માર્કેટના વેપારીઓ રોજગાર ધંધા વગર પડી ભાંગ્યા છે. ભરૂચ સુપરમાર્કેટ ભરૂચનું સૌથી જૂનું માર્કેટ છે. જેમાં 500 થી વધુ દુકાનો છે.સુપર માર્કેટ ખાતે વિવિધ વેપારીઓ રોજીરોટી પોતાની મેળવી રહ્યા છે. પરંતુ વર્તમાન પરિસ્થિતિમાં મિનિ લોકડાઉનને કારણે ધંધા-રોજગાર વગર પડી ભાંગ્યા છે.

પરિવારનું ભરણપોષણ કરવું પણ મુશ્કેલ બન્યું
​​​​​​​વેપારીને ત્યાં કામ કરતા કામદારોને પગાર પણ પૂરો આપી શકતા નથી. લાઈટ બિલ ભરી શકતા નથી. તેમજ પોતાના પરિવારનું ભરણપોષણ કરવું પણ મુશ્કેલ બન્યું છે. આવા સમયે ભરૂચ કલેકટર તેમજ નગરપાલિકા ભરૂચના વેપારીઓને સવારના 8:00 થી બપોરના 1 વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રાખવાની મંજૂરી આપવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે. બપોર બાદ પૂર્ણ રીતે બંધ કરવામાં આવે તેવી પણ વેપારીઓ માંગણી કરી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...