કાર્યવાહી:આમોદ પાલિકાએ વેરા બાકીદારો સામે કાયદાનું શસ્ત્ર ઉગામતા નગરમાં ફફડાટ

આમોદએક મહિનો પહેલા
  • કૉપી લિંક

આછોદ રોડ ઉપર આવેલી રોયલ પેરેડાઇઝનો વેરો બાકી પડતા સિલ કરાઈ. તેમજ પૂરશા રોડ પર બંધ પડેલી કોટન જીનની મિલકત સિલ કરવામાં આવી હતી.

આમોદ નગરપાલિકા દ્વારા લાંબા સમયથી વેરો નહીં ભરતાં બાકીદારો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વેરો નહીં ભરતાં અગાઉ એક પાર્ટી પ્લોટ તેમજ બીજી એક મિલ્કત સિલ કરવામાં આવી હતી .પાલિકા તંત્ર દ્વારા વેરા વસૂલાતની ઝૂંબેશ શરૂ કરવામાં આવતાં બાકીદારોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.

આમોદ નગરપાલિકાના ચીફ ઓફિસર દિગ્વિજય પ્રજાપતિ એ જણાવ્યું હતું કે ‘લાંબા સમયથી વેરો નહીં ભરતાં મિલકત દારો ને કાયદા મુજબ નોટિસ આપવામાં આવી હોવા છતાં વેરાની રકમ ભરતાં ન હતા. જેના અનુસંધાને આજરોજ ચીફ ઓફિસર ની સૂચના અનુસાર નગર પાલિકા ના સ્ટાફ દ્વારા પુરસા રોડ પર આવેલ કોટન જીન ન ની રૂ. ૨૦.૮૬,૮૭૪/- બાકી પડતી રકમ ભરપાઈ ન કરતા આજરોજ મિલકત નગર પાલિકા દ્વારા ટાચ મા લેવા મા આવી છે.જયારે આછોદ રોડ પર આવેલ રોયલ રેસીડેન્સી ની 4,41,366/- જેટલી રકમ બાકી પડતી હોવાથી ઓફીસ સિલ કરવા મા આવી છે.પાલિકા તંત્ર દ્વારા સીલ મારવાની કાર્યવાહી હાથ ધરવામાં આવતાં બાકીદારોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.

અન્ય સમાચારો પણ છે...