તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બેઠક:પાકમાં નુકશાન મુદ્દે આમોદ પંચાયતમાં ધારાસભ્યની અધ્યક્ષતામાં બેઠક મળી

આમોદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સરપંચોએ ખેતીની નિષ્ફળતા બાબત આક્રમક બનતાં કોંગી MLAએ બાંહેધરી આપી

આમોદ નગર સહિતના ગામડામાં ખેતીના પાકમાં દહેજની ઝેરી ગેસ ઓકતી કંપનીઓને કારણે કુત્રિમ આપત્તિ ઉભી થતા કપાસ,તુવેર તેમજ અન્ય પાકમાં વિકૃતિ આવતા ખેડૂતોને ઉભો પાક નાશ પામ્યો છે ત્યારે કેટલાક ખેડૂતોએ પોતાના ખેતરમાં લહેરાતો ઉભો પાક પણ વિકૃતિને કારણે પોતે જ નાશ કરી દીધો છે. આ ઉપરાંત આમોદ પંથકમાં કુદરત પણ જાણે નારાજ હોય તેમ વરસાદ પણ નહિવત હોવાથી ખેડૂતો બેવડી મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા.

જેના કારણે આમોદ પંથકના ખેડૂતોએ ધારાસભ્ય સંજયસિંહ સોલંકીને વિવિધ રજુઆત કરતા આજે તાકીદની બેઠક ધારાસભ્યએ બોલાવી હતી. જેમાં ખેડૂતોને કપાસ તેમજ તુવેર સહિતના પાકમાં થયેલ નુકશાની બાબતે યોગ્ય વળતર મળે તેવી રજુઆત કરવામાં આવી હતી. તેમજ આમોદ પંથકમાં ચાલુ સિઝનનો માત્ર સાડા ચાર ઇંચ એટલેકે માત્ર ૧૧૫ એમ એમ જ વરસાદ નોંધાયો છે.આમોદ પંથકને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા માંગણી કરી હતી. ખેડૂતોના પાક ઉપર એકબાજુ કુત્રિમ આફતથી પાકમાં વિકૃતિ આવી છે.

ઝેરી રસાયણ છોડતી કંપનીઓ સામે કાર્યવાહી થવી જોઈએ
ઝેરી કેમિકલ છોડતી કંપનીઓને કારણે ખેડૂતોનો પાક નાશ પામ્યો છે.અને માનવ સર્જિત આફત ઉભી થઇ છે.ઉપરાંત વરસાદ પણ નહિવત છે.2013માં જ્યારે અતિવૃષ્ટિ થઈ ત્યારે ખેડૂત બીજો પાક લઈને પગભર બન્યો હતો પણ જો હવે વરસાદ પડે તો પણ ખેડૂતે શિયાળુ પાક કરવા કે કેમ તેનો ડર સતાવી રહ્યો છે.ેરી કેમિકલને કારણે પાકમાં વિકૃત્તિ આવતાં ખેડૂત ડરી ગયો છે જેથી આવી ઝેરી રસાયણ છોડતી કંપનીઓ સામે સખત કાર્યવાહી થવી જોઈએ.> હિતેશ પટેલ, કોઠી ગામનાં સરપંચ

અન્ય સમાચારો પણ છે...