વાવના ત્રણ ગામોમાં પાણીના પોકાર:ખીમાણાવાસ,નવાવાસ, ડાભલીયાવાસમાં ટેન્કરથી પાણી પહોંચાડવું પડે છે

વાવ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

વાવ તાલુકાના ત્રણ ગામોમાં ભરચોમાસે પીવાના પાણીના પોકારો પડી રહ્યા છે. વારંવાર રજૂઆતો કરવા છતાં પૂરતું પાણી મળતું નથી. જેને લઈ લોકો દ્વારા ભૂખ હડતાળની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. પંચાયત દ્વારા હાલ હવાડા તેમજ લોકો માટે ટેન્કરથી પાણી આપવામાં આવી રહ્યું છે.

વાવ તાલુકાના ખીમાણાવાસ, નવાવાસ અને ડાભલીયાવાસમાં છેલ્લા પંદર દિવસથી પીવાનું પાણી મળતું નથી. જેને લઈ રહીશો મુશ્કેલીમાં મુકાયા છે. ખીમાણાવાસ ગ્રુપ ગ્રામ પંચાયતના મહિલા સરપંચના પતિ વર્ધાજી ગોહિલે જણાવ્યું હતું કે ‘અમારા સેજાના ત્રણ ગામોમાં પીવાનું પાણી પંદર દિવસથી આવતું નથી, સ્થાનિક ધારાસભ્ય પાણી પુરવઠાના અધિકારીઓને રજુઆત કરવા છતાં કોઈ નિવાડો આવતો નથી. પાણી પુરવઠાના અધિકારીઓ દેવપુરાથી પ્રેસર ઓછું છે તેથી પાણી મળતું નથી તેમ જણાવ્યું હતું. છેલ્લા દસ દિવસથી પંચાયત દ્વારા ટેન્કરમાં પાણી લાવી પશુઓના હવાડા તેમજ લોકોને આપવામાં આવી રહ્યું છે. જો બે દિવસમાં આ પાણીનો પશ્ન હલ નહિ થાય તો ભૂખ હડતાળ પર ઉતરવાની ચીમકી ઉચ્ચારી હતી.

અન્ય સમાચારો પણ છે...