ખેડૂતોમાં રોષ:વાવની ચતરપુરાની માઇનોર કેનાલનું કામ પૂરું કરી પાણી છોડતાં જ તૂટી ગઈ

વાવ7 દિવસ પહેલા
  • કૉપી લિંક
ચતરપુરા માઇનોરમાં પાણી છોડતાં જ તૂટી ગઈ હતી. - Divya Bhaskar
ચતરપુરા માઇનોરમાં પાણી છોડતાં જ તૂટી ગઈ હતી.
  • પેટા કોન્ટ્રાક્ટરો હલકી ગુણવતાવાળું કામ કરતા હોવાની ખેડૂતોમાં રાડ ઉઠી

વાવ તાલુકાના અસારા ગામની સીમમાંથી પસાર થતી ચતરપુરા માઇનોર કેનાલનું કામ પૂરું કરી પાણી છોડતાની સાથે તૂટી ગઈ હતી. આથી ખેડૂતોમાં રોષ જોવા મળ્યો હતો. અસારા ગામની સીમમાંથી પસાર થતી ચતરપુરા માઇનોર કેનાલમાં રસ્તા પાસેના કુવાઓમાંથી પાણી આગળ પૂરતું જતું ન હોઈ કુવાઓ તોડી ત્યાં સ્ટ્રેકચર બનાવવામાં આવી રહ્યા છે. જેને લઈ કામગીરી કરાઈ હતી. સ્ટ્રેકચર કેનાલ જોઈન્ટની કામગીરી કરાયાના બે દિવસ બાદ પાણી છોડતા કેનાલ તૂટી જતા ખેડૂતના ખેતરમાં પાણી ફરી વળ્યાં હતા.

ખેતર માલિક માસેંગભાઈ રાજપુતે જણાવ્યું હતું કે કેનાલનું કામ પેટા કોન્ટ્રાકટર દ્વારા હલકી ગુણવંતાનું કરતા હોઈ વારંવાર તેમને કહેવા છતાં કામ સારું કરેલ નથી. લોખંડ કે પ્લાસ્ટિકનો ઉપયોગ કર્યો નથી. અધિકારી, કોન્ટ્રાક્ટરની મિલી ભગતથી કામ સારા થતા નથી. આરસીસી ભરેલ હોવા છતાં હાથમાં લઈએ તો તૂટી જાય છે. કેનાલ તૂટવાથી ખેતરમાં જીરું પુખેલ તેમાં પાણી ફરી વળતા તેનું ધોવાણ થયું છે. નર્મદા વિભાગના અધિકારીઓ જાત તપાસ કરે તેવી માંગ છે.

અન્ય સમાચારો પણ છે...