દુષ્કર્મ:વાવ પંથકની પરિણીતાને વિધર્મી યુવક ભગાડી ગયો

વાવ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વિધર્મી યુવક વિરુદ્ધ વાવ પોલીસ મથકે ગુનો
  • બંને મહેસાણાના ઉનાવા ગામમાંથી ઝડપાયા

વાવ પંથકની એક પરિણીતાને થરાદ તાલુકાના હાથાવાડા ગામનો વિધર્મી યુવક ઇકો ગાડીમાં ભગાડી દુષ્કર્મ આચર્યું હતું. જો કે બંનેને મહેસાણાના ઉનાવા ગામેથી પોલીસે પકડી વાવ પોલીસ મથકે લાવી વિધર્મી યુવક વિરુદ્ધ વાવ પોલીસ મથકે ગુનો નોંધાયો હતો.

થરાદ તાલુકાના હાથાવાડા ગામનો વિધર્મી યુવક ઇમામશા અલીમહમંદ પઠાણ ઇકો ગાડીમાં પેસેન્જર ભરી થરાદ અવર-જવર કરતો હતો. જેને લઈ આ પરિણીતાના સંપર્કમાં આવતા પરિણીતાના સાસરે આવી તા. 27 ફેબ્રુઆરીના ઇકો ગાડીમાં લગ્નની લાલચ આપી ભગાડી ગયો હતો. જેથી પરિણીતાના સાસરિયાઓએ ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી.

પોલીસે શોધખોળ કરતા પરિણીતા અને વિધર્મી યુવક મહેસાણા જિલ્લાના ઉનાવા ગામેથી પકડાઈ ગયા હતા. પરિણીતાને અલગ-અલગ શહેરોમાં ફેરવી તેની પર દુષ્કર્મ આચર્યું હતું. જેને લઈને વિધર્મી ઇમામશા અલીમહમંદ પઠાણ વિરુદ્ધ વાવ પોલીસે અપહરણ સહિત દુષ્કર્મનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...