પાણી માટે વલખાં:વાવના દૈયપ મીઠાવીચારણ, મીઠાવીરાણા ગામમાં પીવાના પાણીની તંગીથી સમસ્યા

વાવએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વહીવટદાર દ્વારા વાવ મામલતદારને​​​​​​​ લેખિત રજૂઆત કરાઈ

વાવ તાલુકાના છેવાડાના દૈયપ, મીઠાવીચારણ અને મીઠાવીરાણા ગામે પીવાનું પાણી પૂરતા પ્રમાણમાં ન મળતા લોકો ત્રાહિમામ્ પોકારી ઉઠ્યા છે. પશુઓ પણ પાણી માટે વલખાં મારી રહ્યા છે.

વાવના સરહદી દૈયપ, મીઠાવીચારણ અને મીઠાવીરાણા ગામે પૂરતા પ્રમાણમાં પીવાનું પાણી આવતું નથી. જેને ઉનાળાની કાળઝાળ ગરમીમાં લોકોને રઝળપાટ કરવી પડી રહી છે. પૂરતું પાણી ન આવતું હોઇ પશુઓના હવાડા પણ ખાલી પડેલ હોઈ પશુઓ પણ પાણી માટે વલખાં મારી રહ્યા છે.

જેને લઈ દૈયપ ગ્રૂપ ગ્રામ પંચાયતના વહીવટદાર સુનિલભાઈ ત્રિવેદીએ વાવ મામલતદારને લેખિત રજુઆત કરી સત્વરે પાણી પુરવઠા વિભાગ દ્વારા પાણીનો પ્રશ્ન હલ કરવામાં આવે તેવી રજૂઆત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...