આક્ષેપ:વાવ તાલુકા સંઘમાં યુરિયા ખાતર ન મળતાં ખેડૂતોએ હોબાળો મચાવ્યો

વાવ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
વાવ તાલુકા સંઘમાં રવિવારે સવારે ખાતરની ગાડી આવતા ખેડૂતો ખાતર લેવા ઉમટી પડ્યા હતા. - Divya Bhaskar
વાવ તાલુકા સંઘમાં રવિવારે સવારે ખાતરની ગાડી આવતા ખેડૂતો ખાતર લેવા ઉમટી પડ્યા હતા.
  • ખાતર પૂરતું મળતું નથી, બારોબાર ખાતર આપી દેતા હોવાનો આક્ષેપ

હાલ રવિ સિઝન ચાલતી હોઇ ખેડૂતો વાવેતરમાં જોતરાયા છે. ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ખાતર મળતો નથી. ખાતરની ગાડી આવે ત્યારે ખાતર માટે પડાપડી થતી હોય છે. વાવ તાલુકા સંઘમાં ખાતર લેવા ખેડૂતો ઉમટી પડ્યા હતા. ખેડૂતોને ખાતર ન મળતા ખેડૂતોએ હબોળો મચાવ્યો હતો.

વાવ તાલુકા સંઘમાં રવિવારે સવારે ખાતરની ગાડી આવી હતી. જેને લઈ ખેડૂતો ખાતર લેવા ઉમટી પડ્યા હતા. પરંતુ ખેડૂતોને ખાતર ન મળતાં ખેડૂતોએ હોબાળો મચાવ્યો હતો. ખાતર લેવા આવેલ ખેડૂત આંબાભાઈ બીજલાણીએ જણાવ્યું હતું કે ‘અમે ખાતર લેવા આવ્યા ત્યારે ચાર ખેડૂતો ત્યાં બેઠા હતા. ગાડી ઉતરી પણ ન હતી અને ગાડીમાં પડેલ ખાતરનું વિતરણ કરી દિધું હતું. કાચા બિલો પર વિતરણ કરવામાં આવે છે.’

તાલુકા સંઘના મેનેજર ખેતાભાઈ પટેલએ જણાવ્યું હતું કે ‘આજે ગાડીમાં 115 કટ્ટા યુરિયા ખાતર આવેલ હોઇ ખેડૂતો વધુ હોઇ પૂરતું ખાતર ન આવતા ખેડૂતોને ખાતર પુરી પાડી શકાયું નથી. આગળથી ખાતર જેમ આવે તેમ વિતરણ કરીએ છીએ.

અન્ય સમાચારો પણ છે...