સરકાર પર પ્રહાર:ગુજરાતમાં દારૂબંધી છે તો દારૂની લૂંટ ક્યાંથી થાય: MLA ગુલાબસિંહ રાજપૂત

વાવએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વાવમાં કોંગ્રેસ દ્વારા જનવેદના કાર્યક્રમમાં સરકાર પર પ્રહાર
  • સરકાર ખેડૂતોના દેવા માફ કરતી નથી, તાનાશાહી ચાલે છે : મેવાણી

વાવ ખાતે કોંગ્રેસ દ્વારા રવિવારે જનવેદના કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સરકાર દ્વારા કરાયેલ કેશો પરત ખેંચવામાં આવે તેવી માંગ કરાઇ હતી. તેમ સરકાર પર પ્રહારો કરાયા હતા.વાવમાં આવેલ લોકનિકેતન છાત્રાલય ખાતે રવિવારે કોંગ્રેસ દ્વારા જનવેદના કાર્યક્રમ યોજાયો હતો. જે પ્રસંગે થરાદના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપુતે જણાવ્યું હતું કે ‘ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે તો દારૂની લૂંટ ક્યાંથી થાય, જ્યારે લૂંટ ચોરી થાય ત્યારે પોલીસ દ્વારા તેના બિલો મંગાવવામાં આવે છે તો શું દારૂનું બિલ હશે. વિધાનસભામાં પ્રશ્નો ન ઉઠે તે માટે ખોટા કેસ કરાય છે.

ચૂંટણી આવતી હોઈ અંદરો અંદર લડાવવાની કોશિશ કરશે, યુવાનો સજાગ રહેજો.’ વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે જણાવ્યું હતું કે ‘જેલ તો મર્દો માટે છે, ઝાસીની રાણી હું નથી પણ કદાચ તેના રાહે જવું પડે તો જઈશું, આ લડાઈ સરકારે કરેલ ખોટા કેશો પાછા ખેંચવાની લડાઇ છે તેઓ ફરિયાદી બની અમારી સામે કેશો કરી બતાવે અમે લડવા તૈયાર છીએ. આ અન્યાય સામે ન્યાયની લડાઈ છે.’

વડગામ ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ સરકાર પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે ‘સરકાર કંપનીઓના ટેક્ષો-વ્યાજ માફ કરે છે પણ ખેડૂતોના દેવા માફ કરવા તૈયાર નથી, લોકશાહી નહિ તાનાશાહી ચાલે છે તેવા પ્રહારો કર્યા હતા. જે પ્રસંગે કોંગ્રેસના ધારાસભ્યો, આગેવાનો, કાર્યકરો સહિત બહોળી સંખ્યામાં લોકો જોડાયા હતા.

બુટલેગરોની જગ્યાએ માલધારીઓને જેલમાં ધકેલવાની ભાજપ સરકારની સાજીશ: માલધારી સેલના અધ્યક્ષ
ગુજરાતમાં દારૂ વેચતા બુટલેગરો ખુલ્લેઆમ ફરી રહ્યાં છે અને દુધ વેચતા માલધારીઓને ભાજપ સરકાર દ્વારા જેલમાં ધકેલવાની સાજીશ કરવામાં આવી રહી છે. જેને માલધારી સમાજ કયારેય સહન નહી કરે તેમ જીલ્લાની મુલાકાતે આવેલા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ માલધારી સેલના અધ્યક્ષ અમિતભાઈ લળતુકાએ જણાવ્યું હતું. તેઓનું ડીસા રબારી સમાજના યુવા આગેવાન નરસિંહભાઈ જોટાણાએ શાલ ઓઢાડી સન્માન કર્યું હતું.માલધારી વિકાસ સંગઠનના પ્રમુખ કરણભાઈ દેસાઈ, ભોળાભાઈ દેસાઈ (બોટાદ), ગોપાલ સેના પ્રમુખ સાગર દેસાઈ સહિત યુવાનો હાજર રહ્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...