વાવ તાલુકાના ગામડાઓમાં એસટી બસોની અનિયમિતાને લઇ ગામડાઓમાં અપડાઉન કરી અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ તેમજ વિદ્યાર્થીનીઓને જોખમી મુસાફરી કરવાનો વારો આવતો હોઇ વાલીઓમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. વિદ્યાર્થીઓ માટેની બસો નિયમિત ટાઈમસર કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.
વાવના છેવાડે આવેલા દૈયપ, મીઠાવીરાણા, કુંભારડીથી શણવાલ ખાતે વિદ્યાર્થીનીઓ અભ્યાસ અર્થે બસમાં જાય છે. બસના પાસ પણ કઢાવેલ છે પણ એસટી બસોની અનિયમિતાને લઈ વિદ્યાર્થીનીઓને પ્રાઇવેટ વાહનોમાં જોખમી મુસાફરી કરવા મજબૂર બનવું પડે છે.
જેને લઈ થરાદ એસટી બસ ડેપો દ્વારા થરાદથી બપોરે 3-00 વાગે ઉપડતી થરાદ-કુંભારડી, થરાદ 5-00 વાગે શણવાલ આવતી બસ તેમજ થરાદથી 8-00 વાગે ઉપડતી થરાદ-વાવ, ટડાવ,માવસરી, મીઠાવી, દૈયપ, કુંભારડી બસ નિયમિત ચાલુ રાખવામાં આવે તેવી વાલીઓની માંગ છે.તસવીર-રાણાજી વેજીયા
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.