અસુવિધા:વાવ રેફરલ હોસ્પિટલમાં બેડ ઓછા પડતાં દર્દીઓ બાટલા હાથમાં લઈ ઉભા તો એક બેડ પર બે દર્દીઓ જોવા મળ્યાં

વાવએક મહિનો પહેલા
  • કૉપી લિંક
વાવની રેફરલ હોસ્પિટલમાં બેડ ઓછા પડતા દર્દીઓ બાટલા હાથમાં લઈ ઉભા તો એક બેડ પર બે દર્દીઓ જોવા મળ્યા હતા. - Divya Bhaskar
વાવની રેફરલ હોસ્પિટલમાં બેડ ઓછા પડતા દર્દીઓ બાટલા હાથમાં લઈ ઉભા તો એક બેડ પર બે દર્દીઓ જોવા મળ્યા હતા.
  • હોસ્પિટલ દર્દીઓથી ઊભરાઈ, 6 દિવસમાં 1500થી વધુ ઓપીડી નોંધાઈ

વાવ પંથક વાયરલ ફિવરના ભરડામાં સપડાયો હતો. વાવ રેફરલ હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઇ ગયું છે. છેલ્લા 6 દિવસમાં 1500 થી વધુ ઓપીડી નોંધાઇ છે. દર્દીઓ બેડ ના અભાવે બાટલા હાથમાં લઈ બેડ ખાલી થવાની રાહ જોઈ રહ્યા છે તો અમુક બેડ પર બે દર્દીઓને બાટલા ચડી રહ્યા છે. વાવ પંથકમાં સતત વરસાદ પડતાં ઠેર ઠેર વરસાદી પાણીનો ભરાવો થયો હતો. જેને લઈ મચ્છરોનો ઉપદ્રવ વધવાથી વાયરલ ફીવર જેવા કે તાવ, શરદી, ખાંસી, પેટના રોગોમાં વધારો થતાં વાવ રેફરલમાં રોજની ત્રણસો જેટલી ઓપીડી નોંધાઇ રહી છે.

વાવ તાલુકાની રેફરલ હોસ્પિટલમાં 30 બેડ છે
જુની ઓપીડી તો અલગ જેને લઈ રેફરલમાં બેડ ઓછા પડતા દર્દીઓ બાટલા હાથમાં લઈ બેડ ખાલી થવાની રાહ જોઈ બેસવાની નોબત આવી છે. જ્યારે અમુક બેડમાં તો બબ્બે દર્દીઓ સારવાર લેતા જોવા મળ્યા હતા. વાવ તાલુકાની રેફરલ હોસ્પિટલ 30 બેડની છે. દર વર્ષે ચોમાસામાં રોગચાળો વધુ હોય છે. જેને લઈ તાલુકાની હોસ્પિટલ હોઈ વધુ બેડની સુવિધા કરવામાં આવે તેવી લોકોની માંગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...