વાવ ચાર રસ્તા પર આવેલા વાવના પ્રવેશદ્વારના પિલર સાથે રવિવારે રાત્રે કાર અથડાતાં કાર સવાર સુઇગામ તાલુકાના ચાળા ગામના યુવકનું મોત નીપજતાં અરેરાટી વ્યાપી હતી.આ અંગે ફરિયાદ નોંધાઈ નથી.
સુઇગામ તાલુકાના ચાળા ગામનો સાગર પથુભાઈ સુવાતર રવિવારની રાતે કાર નંબર જીજે-27-એએ-0243 લઈને વાવ આવતા હતા. ત્યારે કાર ચાલક સાગરએ સ્ટેયરીંગ ઉપરનો કાબુ ગુમાવતાં વાવના પ્રવેશદ્વારના પીલરએ કાર અથડાતાં કારના આગળના ભાગનો ભુક્કો બોલી ગયો હતો. જ્યારે અકસ્માતમાં કાર સવાર સાગર પથુભાઇ સુવાતરને ગંભીર ઇજાઓ થતાં તેનું મોત નિપજતાં અરેરાટી વ્યાપી જવા પામી હતી. જો કે વાવ પોલીસ મથકે કોઇ ફરિયાદ નોંધાઇ ન હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.