મચ્છરોનો ઉપદ્રવ:વડગામ તાલુકો વાયરલ ફિવરના ભરડામાં દર્દીઓથી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ઉભરાયું

વડગામ8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રોજના 150 થી 200 લોકો સારવાર લેવા આવી રહ્યા છે
  • દર્દીઓને તાવ, ઉલટી, ઝાડા, ખાંસી, શરીર દુ:ખવાની ફરિયાદ

વડગામ તાલુકાના ગામોમાં છેલ્લા કેટલાક દિવસોથી વાયરલ ફીવરના કેસો વધી રહ્યા છે. ત્યારે વડગામમાં આવેલ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં રોજના 150 થી 200 દર્દીઓ બતાવવા આવતા હોવાનું ડોક્ટરે જણાવ્યું હતું. ચોમાસાની ઋુતુમાં લોકો બીમારીમાં સપડાયા છે.જ્યાં વડગામ પંથકમાં ઘેરઘેર તાવ, શરદી, ખાંસી, શરીર દુ:ખવું જેવી બીમારીથી લોકો પીડાઇ રહ્યા છે. વડગામમાં આવેલા સામૂહિક આરોગ્ય કેન્દ્ર સહિત ખાનગી દવાખાના દર્દીઓથી ઉભરાઇ રહ્યા છે.

ત્યારે સરકાર દ્વારા તાત્કાલિક ગામોમાં થતી ગંદકી, મચ્છરોનો ઉપદ્રવ અને લોકો જાગૃત થાય તે માટેના પ્રયત્નો કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. વડગામ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતા ડોક્ટરે જણાવ્યું હતું કે, ‘રોજની 150 થી 200 ઉપરાંત ઓપિડી નોંધાય છે. જેમાં તાવ, શરદી અને શરીર દુખાવાના કેસો વધારે જોવા મળી રહ્યા છે.’ ત્યારે તાલુકામાં ઊંટવૈદ્ય ડોક્ટરો પણ ભોળી પ્રજાને લૂંટી રહી હોવાની ફરિયાદો ઉઠવા પામી છે.

અન્ય સમાચારો પણ છે...