સમસ્યા:મગરવાડા આંગણવાડી-2નું જૂનું મકાન પાડી નવા માટેનું કામ બે વર્ષથી ખોરંભે

વડગામ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
આંગણવાડી-2 ના 20 બાળકો ભાડાના બિસ્માર ઓરડામાં બેસવા માટે મજબુર બન્યા. - Divya Bhaskar
આંગણવાડી-2 ના 20 બાળકો ભાડાના બિસ્માર ઓરડામાં બેસવા માટે મજબુર બન્યા.
  • 20 બાળકો ભાડાના બિસ્માર ઓરડામાં બેસવા માટે મજબુર

વડગામના મગરવાડામાં છેલ્લા બે વર્ષથી આંગણવાડી-2ના 20 બાળકો ભાડાના બિસ્માર ઓરડામાં બેસવા માટે મજબુર બન્યા છે. જેથી તાત્કાલિક આંગણવાડી બનાવવા ગ્રામજનોની માંગ ઉઠવા પામી છે. મગરવાડા ગામમાં આંગણવાડી-2 જુનું મકાન પાડી નવું બનાવવા માટેનું કામ છેલ્લા 2 વર્ષથી ખોરંભે ચડ્યું છે. જેને લઇ આંગણવાડી કાર્યકર અને ગામના આગેવાનો દ્વારા ગ્રામ પંચાયત સહિત ઉચ્ચકક્ષાએ અને તાલુકાના નેતાઓને વારંવાર લેખિત રજૂઆત કરી છતાં પરિણામ શૂન્ય. ત્યારે આ આંગણવાડીના 20 કરતા વધુ બાળકો ના છૂટકે જર્જરિત મકાનમાં બેસવા મજબૂર બન્યા છે.

ગામના અગ્રણી હેમાભાઇ જેઠાભાઈ ચૌહાણએ જણાવ્યું કે, આંગણવાડીનું નવું મકાન બનાવવા 4 મહિના પહેલા પાયા ખોદ્યા હતા પણ ત્યારબાદ કોન્ટ્રાક્ટર અને અધિકારીઓ વળતા જોવા આવ્યા નથી. છેલ્લા 2 વર્ષથી કલેક્ટકર, ડીડીઓ, પી.અો., ગાંધીનગર મહિલા અને બાળ કલ્યાણ વિભાગ સુધી વારંવાર લેખિત રજૂઆતો કરી છે અને તાલુકાના નેતાઓને પણ રજૂઆતો કરી હતી તેમ છતાં જવાબદાર તંત્રના અધિકારીઓ અને નેતાઓ આંખ આડા કાન કરી રહ્યા છે ત્યારે સત્વરે આ આંગણવાડીનું મકાન નવું બનાવવા ગ્રામજનો અને અરજદારની માંગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...