રસ્તા વચ્ચે ત્રિપલ તલાક!:વડગામના ફતેગઢમાં પ્રેમિકા સાથે લગ્ન કરનાર પતિને પત્ની રસ્તામાં મળી તો ત્રણ તલાક આપી દીધા

છાપીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • દંપતીને ત્રણ વર્ષથી વિવાદ ચાલતો હતો
  • બે સંતાનોની માતાએ પતિ અને મામા સસરા સામે ફરિયાદ નોંધાવી

વડગામ તાલુકાના ફતેગઢમાં શાદી કરનાર પરણિતા અને તેના પતિ વચ્ચે ત્રણ વર્ષથી મનમેળના રહેતા તેની ઉપર પતિ સાસુ-સસરા એ શારિરીક માનસિક ત્રાસ ગુજારી ઘરમાંથી હાંકી કાઢી હતી. અને પતિએ નવ માસ પૂર્વે તેની પ્રેમિકા સાથે શાદી કરી લીધી હતી. દરમિયાન પરણિતા પાંચ દિવસ અગાઉ સિધ્ધપુર થી પરત ફરી રહી હતી. ત્યારે રસ્તામાં મામા સસરાની સાથે મળેલા તેના પતિએ જાહેરમાં ત્રણ તલાક આપી દીધા હતા. આ અંગે તેણીએ પતિ અને મામાસસરા સામે મહિલા (લગ્નઅધિકારોનું રક્ષણ) અધિનિયમ 2019 અંતર્ગત પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે બંને સામે ગૂનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

વડગામ તાલુકાના માહી ગામના આસિફ અબ્દુલ રહીમ નાંદોલિયાની દીકરી સાદીયાના નિકાહ ફતેગઢના શાહિદ શબ્બીર સેલિયા સાથે તેર વર્ષ પૂર્વે થયા હતા. લગ્ન જીવન દરમિયાન બે દીકરાઓનો જન્મ થયો હતો. દરમિયાન છેલ્લા ત્રણ વર્ષથી પતિ પત્ની વચ્ચે અણબનાવ રહેતો હતો. સાદીયાને પતિ, સાસુ, સસરા શારીરિક માનસિક ત્રાસ આપી પહેરે કપડે ઘરમાંથી કાઢી મૂકી હતી. જેથી તેણી પિતાના ઘરે માહી ગામે રહેતી હતી. અને પતિ વિરુદ્ધ કાનૂની કાર્યવાહી કરી ભરણપોષણનો કેસ કર્યો હતો.

દરમિયાન સાદીયાને તેના પતિએ પ્રેમિકા સાથે લગ્ન કર્યાની જાણ થતાં ગત તારીખ 10/5/2022ના રોજ કામ અર્થે સિદ્ધપુર ગયા હતા. જ્યાંથી પરત ફરતા તેનીવાડા હાઇવે ઉપર પતિ તેમજ મામા સસરા છાપીના યાસીન સુલેમાન નેદરિયા રસ્તામાં મળ્યા હતા. જેમને સાદીયાએ બીજા લગ્નનું પૂછતાં પતિ કહ્યું હતું કે હા મેં બીજી સાદી કરી છે. જેથી સાદીયાએ કહ્યું હતું કે, તમે મને તલાક આપ્યા વગર શાદી કેવી રીતે કરી શકો? જ્યાં મામા સસરાએ કહેલ કે હવે સાદીયાને લાવવી નથી તું તેને તલાક આપી દે તેમ કહેતા પતિએ સાદીયાને જાહેરમાં ત્રણ વખત બોલી તલાક આપી દીધા હતા. અને ધમકી આપી હતી કે હવે જો ફતેગઢ આવીશતો જાનથી મારી ફતેગઢમાં દફનાવી દઈશ.

આ અંગે સાદીયાએ પતિ શાહિદ સેલિયા અને મામા સસરા યાસીન નેદરિયા વિરુદ્ધ છાપી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે મુસ્લિમ વુમન પ્રોટેકશન ઓફ રાઇટ ઓન મેરેજના કાયદા.અંતર્ગત ગૂનો નોંધી છાપી પીએસઆઇ એસ.ડી.ચૌધરી એ વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

એક દીકરાનો કોર્ટ દ્વારા કબજો મેળવ્યો છે
સાદીયાના નિકાહ ફતેગઢના શાહિદ શબ્બીર સેલિયા સાથે તેર વર્ષ પૂર્વે થયા હતા. લગ્ન જીવન દરમિયાન બે દીકરાઓનો જન્મ થયો હતો. દરમિયાન છેલ્લા ત્રણ વર્ષથી પતિ પત્ની વચ્ચે અણબનાવ રહેતો હતો. તેને ઘરમાંથી હાંકી કાઢતા કોર્ટમાં ભરણપોષણનો દાવો કર્યો છે. અને બે દીકરામાંથી એક દીકરાનો કોર્ટ દ્રારા કબ્જો મેળવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...