જલોત્રાના કરમાવત તળાવમાં પાણી નાખવા આસપાસના ખેડૂતો ભેગા મળી કળશમાં માટી લઈ જળ આંદોલનના કરી રહ્યા છે. ત્યારે શનિવારે કલેકટરે તળાવની સ્થળ ચકાસણી કરી જલ્દી મંજૂરી મળે તે માટે અધિકારીઓ સૂચના આપવામાં આવી હતી.
પાલનપુરના મલાણા ગામનું તળાવ ભરવા થોડા દિવસ અગાઉ પશુપાલકોએ રેલી યોજી હતી. ત્યારબાદ વડગામ તાલુકાના જલોત્રા ગામના કરમાવત તળાવમાં પાણી નાખવા આસપાસના ખેડૂતો એકઠા થઇ કળશમાં માટી લઈ પૂજાવિધિ કરી જળ આંદોલનનો પ્રારંભ કર્યો હતો.
કરમાવત તળાવ 97 હેકટરમાં છવાયેલું છે તેમજ આ તળાવમાં સરકાર દ્વારા ડિડરોલથી પાઈપલાઈન દ્વારા મુક્તેશ્વર અને કરમાવત તળાવમાં પાણી નાખવામાં આવે તો આસપાસના 100થી વધુ ગામના ખેડૂતોના તળ ઉંચા આવી શકે તેમ છે.
જેને લઈ શનિવારે જિલ્લા કલેકટર આનંદ પટેલએ કરમાવત તળાવની રૂબરૂ મુલાકાત લીધી હતી અને તળાવમાં ઝડપી પાણી આવે તે માટે ખેડૂતો અને ગામના અગ્રણીઓ સાથે ચર્ચા કરી અને તેમજ સિંચાઈ વિભાગના કર્મચારીઓને સૂચના આપવામાં આવી હતી. જેને લઈ વિસ્તારના ખેડૂતોમાં ખુશીની લાગણી છવાઈ હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.