કામગીરી બહિષ્કારની ચીમકી:વડગામની પંચાયતોના 84 વીસીઈ કર્મચારીઓની ટીડીઓને રજૂઆત

વડગામ7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પડતર માંગોને લઈ11 મે થી અચોક્કસ મુદતની હડતાળ પર

ગ્રામ પંચાયતોના વીસીઇ કર્મચારીઓની પડતર માંગણીઓ ન સંતોષાતા તાલુકાની ગ્રામ પંચાયતોના 84 વીસીઈ કર્મચારીઓએ સોમવારે ટીડીઓને રજૂઆત કરી 11 મે થી અચોક્કસ મુદતની હડતાલ પર ઉતરવાની ચિમકી ઉચ્ચારી છે.

વડગામ તાલુકાની ગ્રામ પંચાયતમાં ફરજ બજાવતા તમામ 84 વી.સી.ઈ. કર્મચારી હડતાલમાં જોડાવાના હોઈ ગામડાંઓમાં ખેડૂતલક્ષી રાજ્યસ્તરની વહિવટી કામગીરી ખોરવાઈ જશે તેવી ભીતી ઉભી થઈ છે.

તાલુકા વી.સી.ઈ. મંડળના પ્રમુખ પરેશભાઈ પંચાલની અધ્યક્ષતામાં સોમવારે વડગામ ટીડીઓ બી.વી.ચૌધરીને તાલુકાના વી.સી.ઈ. કર્મચારીઓની વિવિધ માંગણીઓ સંદર્ભે આવેદન આપવામાં આવ્યું હતું. જેમાં ઉપપ્રમુખ રજનીકગીરી ગોસ્વામી, મહામંત્રી સોહિલખાન, ખજાનચી દિલીપભાઈ પરમાર સહિત તમામ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ડીસા તાલુકામાં ફરજ બજાવતા વિલેજ કોમ્પ્યુટર ઓપરેટરો આંદોલનના મૂડમાં
ડીસા તાલુકાની જુદી જુદી ગ્રામ પંચાયતમાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકે ફરજ બજાવતા વીસીઈ ઓપરેટરોએ ડીસા તાલુકા વિકાસ અધિકારીને સોમવારે આવેદનપત્ર આપી પડતર માંગણીઓના નિકાલ માટે રજૂઆત કરવામાં આવી હતી. સોમવારે તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર પાઠવી આગામી આ માંગણી સ્વીકારવામાં નહિ આવે તો આગામી સમયમાં કામગીરીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી છે.

અન્ય સમાચારો પણ છે...