સિદ્ધિ:વડગામ કોલેજની વિદ્યાર્થીની મધ્યપ્રદેશમાં યોજાયેલ આંતરરાષ્ટ્રીય યોગ શિબિરમાં પહેલા નંબરે વિજેતા

વડગામ5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સ્પર્ધકોમાં 70 ભારત અને 30 વિદેશી સ્પર્ધકોએ ભાગ લીધો હતો

વડગામ કોલેજની વિદ્યાર્થીનીએ મધ્યપ્રદેશમાં યોજાયેલ આંતરરાષ્ટ્રીય યોગ શિબિરમાં ભાગ લીધો હતો. આ શિબિરમાં આશરે 70 ભારતીય અને 30 જેટલા ફોરેનારોએ ભાગ લીધો હતો. જેમાં વડગામ કોલેજની વિદ્યાર્થીની અર્પિતા ચૌધરી પહેલા નંબરે વિજેતા થઈ ગામ, તાલુકા અને ગુજરાતનું નામ આંતરરાષ્ટ્રીય યોગ શિબિરમાં ગુંજતું કર્યું હતું. મેગાળ ગામની વિદ્યાર્થીની અર્પિતા ચૌધરી હાલ વડગામમાં યુ.એચ.ચૌધરી આર્ટ્સ કોલેજમાં અભ્યાસ કરી રહી છે.

આંતરરાષ્ટ્રીય કક્ષાની યોગ સ્પર્ધા દેવાધિદેવ ભોલેનાથ મહાકાલેશ્વરની ઉજ્જૈન નગરી મધ્યપ્રદેશ ખાતે યોજાઈ હતી. આ યોગ સ્પર્ધા 9મી ઇન્ટરનેશનલ કક્ષાની યોગ સ્પર્ધા યોજાઈ હતી. જેમાં વડગામ તાલુકા મેગાળ ગામની અને યુ.એચ.ચૌધરી આર્ટ્સ કોલેજ વડગામમાં આભ્યસ કરતી વિદ્યાર્થીની અર્પિતા ચૌધરીએ ઇન્ટરનેશનલ યોગ સ્પર્ધામાં ભાગ લીધો હતો. આ યોગ સ્પર્ધામાં સો કરતા વધુ યોગ સ્પર્ધકો હતા. જેમાં ભારત દેશના આશરે 70 કરતા વધુ તેમજ આંતરરાષ્ટ્રીય 30 કરતા વધુ યોગ સ્પર્ધકોએ ભાગ લીધો હતો.

જેમાં અર્પિતા ચૌધરીએ પિતાની યોગ મહેનતથી અને લગનથી આ સ્પર્ધામાં પ્રથમ નંબર મેળવી ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો હતો. ત્યારે મેગાળ ગામની અર્પિતા ચૌધરીના પિતા ખેતીનો વ્યવસાય કરે છે. જેથી આ વિશેષ સિદ્ધિ મેળવીને અર્પિતાએ શ્રી યુ.એચ.ચૌધરી આર્ટ્સ કોલેજ વડગામનું તેમજ સમગ્ર વડગામ અને બનાસકાંઠાનું ગૌરવ રાજ્યકક્ષાએ તેમજ રાષ્ટ્રીય કક્ષાએ વધાર્યું છે.

જેને લઇ કોલેજના પ્રિન્સિપાલ ડૉ.એલ.વી.ગોળ તેમજ કોમર્સ કોલેજના ઇ. પ્રિ.દશરથભાઈ જગાણીયા, કોલેજ સ્ટાફ ઉપરાંત વડગામ તાલુકા આંજણા કેળવણી મંડળના પ્રમુખ, અન્ય હોદ્દેદારો તથા કોલેજના પૂર્વ પ્રમુખ મેઘરાજભાઈ, મેમદપુર જલાના પ્રમુખ કામરાજભાઈ અને કોલેજના મુખ્ય દાતાઓ ઉમેશભાઈ ચૌધરીએ અભિનંદન પાઠવ્યા હતા.

અર્પિતા ચૌધરીએ મેળવેલ એવોર્ડ
- 2017 માં ખેલ મહાકુંભમાં યોગા ચેમ્પિયન બની
- 2022 માં ખેલ મહાકુંભમાં યોગા ચેમ્પિયન બની
- 2022 માં સ્ટુ ડ ફર્સ્ટ ખેલ મહાકુંભમાં આર્ટિસ્ટ યોગા ચેમ્પિયન બની
- 2021 માં જિલ્લા યોગા ચેમ્પિયનશિપમાં બીજા નંબર, પાલનપુર
- 2021 માં ગુજરાત સ્ટેટ યોગા નંબર, સુરત
- 2022 માં યોગા ફેડરેશન ઓફ ઇન્ડિયામાં બીજો નંબર, આંધ્ર પ્રદેશ

અન્ય સમાચારો પણ છે...