હાલાકી:વડગામના છનિયાણા ગ્રામ પંચાયતના તલાટી હાજર ન રહેતાં TDOને રજૂઆત

વડગામ5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તાલુકાની ગ્રામ પંચાયતોમાં તલાટીઓની અનિયમિતતાથી પ્રજા પરેશાન

વડગામ તાલુકાના છનિયાણા ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રીની અનિયમિતતા સામે છનિયાણા ગ્રામ પંચાયતના ઉપ સરપચ દ્રારા ટી.ડી.ઓ.ને રજૂઆત કરવામાં આવી છે. છનિયાણા ગૃપ ગ્રામપંચાયત આવેલી છે જેમા મજાતપુર ગામનો સમાવેશ થાય છે.છનિયાણામાં ફરજ બજાવતા તલાટી કમ મંત્રી પંચાયતમાં સમયસર હાજર રહેતા ન હોવાના આક્ષેપ સાથે વડગામ ટી.ડી.ઓ.ને લેખિતમાં ઉપ સરપંચ દ્વારા રજૂઆત કરવામાં આવી છે.

જેમા તલાટી કમ મંત્રી નોકરીના ચાલુ સમયે પણ ઘેર હાજર રહેતા હોય તેમજ ગામલોકોને વ્યવસ્થિત જવાબો પણ આપવામાં આવતા ન હોવાના આક્ષેપ કરાયા છે.એટલુ નહીં પણ ગૃપ ગ્રામ પંચાયતમાં આવતા મજાતપુર ગામમાં અઠવાડિયામાં બે દિવસ હાજર રહેવું તેમ છતાં આજદિન સુધી હાજર રહ્યા ન હોવાનુ જણાવાયું છે.અત્રે ખાસ ઉલ્લેખનીય છે કે છનિયાણા સહીત વડગામ પંથકની અનેક ગ્રામ પંચાયતો માં તલાટીઓની અનિયમિતતા રહેતી હોય છે.કેટલાક તલાટીઓ તો બપોર બાદ પંચાયતમાં કોઇપણ બાહના હેઠળ ગુલ્લીઓ મારીને પંચાયતોમાં જોવા પણ મળતા ...અનુસંધાન પાન નં 2

અન્ય સમાચારો પણ છે...