આંદોલનની ચીમકી:કરનાળામાં જલ સે નલ યોજના ફેલ, લોકોને આઠ મહિનાથી પીવાના પાણી માટે વલખાં

વડગામ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ટીડીઓ અને મુખ્યમંત્રી સ્વાગત ફરિયાદ નિવારણમાં રજૂઆત છતાં પાણી ન મળ્યું

વડગામ તાલુકાના કરનાળા ગામમાં સરકાર દ્વારા બનાવેલ જલ સે નલ યોજના ફેલ જતા ગામલોકોને છેલ્લા આઠ મહિનાથી પીવાના પાણી માટે વલખાં વારી રહ્યા છે.જ્યાં ગામના અરજદારે ટીડીઓ અને મુખ્યમંત્રી સ્વાગત ફરિયાદ નિવારણમાં લેખિત રજૂઆત કરવા છતાં પાણી ન મળતા ગામલોકો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી.

વડગામ તાલુકાના કરનાળામાં વર્ષ 2020-21 માં જલ સે નલ યોજનામાં ગ્રામ પંચાયત દ્વારા 20 ટકા લોક ફાળો ભરી યોજનામાં ભૂગર્ભ ટાંકી અને 1500 મીટરથી વધારે પાઇપ લાઈન કરી 5 લાખથી વધુ ખર્ચ કરવામાં આવ્યો છે.પરંતુ ગામના લોકો છેલ્લા આઠ મહિનાથી પાણી વગર વલખાં મારી રહ્યા છે. અને હજુ સંપમાથી પાણી કાઢવા માટે મોટર કે ઇલેક્ટ્રિક સરસામાન બોર્ડ વગેરેનું કામ પૂર્ણ કર્યું નથી અને ખોટા કામનું સર્ટી મેળવી રૂપિયા ઉપાડી લીધા છે. અને યોજના દ્વારા હજુ પીવા માટેનું પાણી મળ્યું નથી.અને ગ્રામજનો ટેન્કર દ્વારા હાલ પીવાનું પાણી પીવે છે.

ત્યારે જવાબદાર અધિકારીઓ દ્વારા આ યોજનાના તત્કાલીન અધિકારીઓ અને કોન્ટ્રાકટર સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે ગામના મીરજા ઇયાદભાઈ એ ટીડીઓ,મામલતદાર અને મુખ્યમંત્રી સ્વાગત ફરિયાદ નિવારણ માં લેખિત રજૂઆત કરી હતી. અને તાત્કાલિક આ યોજના દ્વારા જે કામ કરવામાં આવ્યું છે. તેમાં પાણી છોડવામાં આવે તેવી માંગ કરી હતી.જો તાત્કાલિક પાણી છોડવામાં નહીં આવે તો ગ્રામ પંચાયત કચેરી આગળ અને કલેકટર કચેરીએ ખાલી પાણીના માટલા લઈ આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી હતી.

અન્ય સમાચારો પણ છે...