ખેડૂતોમાં ખુશી:વડગામ લાલજી મામા માર્કેટયાર્ડમાં દિવસની 7 હજાર કરતાં વધુ મગફળીની બોરીની આવક

વડગામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • માર્કેટયાર્ડમાં મગફળીના મણના રૂ.1100થી 1330 મળતાં ખેડૂતોમાં ખુશી

તાલુકા મથક વડગામમાં આવેલ લાલજી મામા માર્કેટયાર્ડ દિવાળી પછી નવા વર્ષમાં મગફળીથી ઉભરાયું હતું. માર્કેટયાર્ડમાં રોજની 7 હજાર બોરી મગફળીની આવક થઇ રહી છે. ખેડૂતોને મણના 1100 થી ઉપરના ભાવ મળતાં ખુશી જોવા મળી રહી છે.દિવાળી પછી વડગામમાં લાલજી મામા માર્કેટયાર્ડ મગફળીથી જાણે ઉભરાયું હોય તેવું જોવા મળ્યું હતું.

માર્કેટયાર્ડમાં દિવસની 7 થી 8 હજાર મગફળીની બોરીની આવક થતાં માર્કેટયાર્ડના વેપારીઓમાં ખુશી જોવા મળી હતી. વડગામ તાલુકાના ખૂબ મોટા પ્રમાણમાં ખેડૂતો મગફળી ભરાવવા માટે વડગામ માર્કેટયાર્ડ ખાતે આવતા માર્કેટયાર્ડના ચેરમેન કેશરભાઈ ચૌધરી દ્વારા ખેડૂતોને મગફળીનો ઊંચો ભાવ મળે અને તેમનો સમય ના બગડે તે માટેની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી હતી. આ અંગે યાર્ડના સેક્રેટરી મોંઘજીભાઈએ જણાવ્યું હતું કે ‘હાલ ખેડૂતોને મગફળીનો ઊંચો ભાવ 1330 રૂપિયા જ્યારે નીચો ભાવ 1100 રૂપિયા મળી રહ્યો છે. તો આજદિન સુધી ટેકાના ભાવે એક પણ ખેડૂતે મગફળી હજુ સુધી ભરાવી નથી.

અન્ય સમાચારો પણ છે...