ક્રાઇમ:મેમદપુરમાં દાગીના ધોવાના બહાને ત્રણ શખ્સો વૃદ્ધાની સોનાની બંગડીઓ લઈ છૂ

વડગામ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • લોકોએ બૂમાબૂમ કરતાં શખ્સો ખેરાલુ તરફ પલાયન થઈ ગયા

વડગામ તાલુકાના મેમદપુર ગામે મંગળવારે ત્રણ અજાણ્યા શખ્સો બાઈક ઉપર દાગીના ધોવાના બહાને આવ્યા હતા. જેમણે એક વૃદ્ધાના હાથમાંથી સોનાની બે બંગડીઓ કઢાવી હતી. જોકે, લોકોએ બૂમાબૂમ કરતા આ શખ્સો બે બંગડીઓ લઈ બાઈક ઉપર ખેરાલુ તરફ નાસી છૂટયા હતા.આ અંગે પોલીસને જાણ કરાતાં પોલીસે આગળની તજવીજ હાથ ધરી છે. વડગામ તાલુકાના મેમદપુર ગામમાં મંગળવારના દિવસે અજાણ્યા ૩ શખ્સો પલ્સર બાઇક લઇને દાગીના ધોવાના બહાને આવ્યા હતા. જેઓ મેમદપુર બસ સ્ટેન્ડ થી પેપોળ જવાના રસ્તા પર આવેલા રાવલ તપોધન કડીયા મહોલ્લા પાસે ગયા હતા. જ્યાં રોડ પર જ એક વૃધ્ધના હાથમાં સોનાની પહેરેલી બંગડી જોઇને ધોવાના બહાને બંગડીઓ કઢાવી હતી.

દરમિયાન આસપાસના લોકોએ બુમાબુમ કરતા ત્રણેય શખ્સો બંગડીઓ લઈ બાઈક ઉપર મેમદપુર થી વડગામ તરફ ના રોડ પર ભાગ્યા હતા. કેટલાક લોકોએ બાઈકનો પીછો કરતાં વડગામ મેમદપુર રોડ પર આવેલા પેટ્રોલ પંપ પાસે ત્રણ યુવકો ખેરાલુ તરફ નાસી છુટ્યા હતા. આ અંગે વૃદ્ધાના પરિવારજનોએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...