કાર્યવાહી:વડગામમાં આરોગ્ય વિભાગ દ્વારા 46 સ્થળે તપાસ: રૂ.2000નો દંડ વસૂલાયો

વડગામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હોટલ, પાર્લર, પાણીપૂરી, નાસ્તાની લારીઓ તેમજ ઠંડા પીણાંની દુકાનોમાં સ્વચ્છતાની ચકાસણી પણ કરાઈ

વડગામમાં આરોગ્ય વિભાગ દ્વારા 46 સ્થળોએ ઓચિંતી તપાસ કરાઈ હતી. હોટલ, પાર્લર, પાણીપૂરી, નાસ્તાની લારીઓ તેમજ ઠંડાપીણાંની દુકાનોમાં સ્વચ્છતા ની ચકાસણી કરી રૂપિયા 2000નો દંડ વસૂલાયો હતો. વડગામમાં મંગળવારે બનાસકાંઠા જિલ્લા આરોગ્ય અધિકારીની સૂચના અન્વયે તાલુકા આરોગ્ય અધિકારી ડો. પ્રકાશ જી.ચૌધરીએ ટીમ સાથે સેનિટેશન રાઉન્ડ અંતર્ગત હોટલ, પાર્લર, પાણીપૂરી, નાસ્તાની લારીઓ તેમજ ઠંડાપીણાંની દુકાનોની સ્વચ્છતા તેમજ આરોગ્ય ચકાસણી કરી હતી. જેમાં ચકાસણી દરમિયાન ક્ષતિ જણાઈ આવેલા એકમોને સ્થળ ઉપર નોટીસ આપી તાકીદ કરવામાં આવી હતી. તેમજ ગ્રામ પંચાયત દ્વારા કુલ 46 ખાણી પીણીની જગ્યાઓને ચકાસણી કરી પંચાયત દ્વારા કુલ રૂપિયા 2000 નો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો.

આ કામગીરીમાં તાલુકા આરોગ્ય સુપરવાઇઝર લક્ષ્મણભાઈ નાઈ, આરોગ્ય સુપરવાઇઝર વિનોદભાઇ મેવાડા, નરેશભાઈ પરમાર, તરુણસિંહ પરમાર, ફુલાજી ઠાકોર તેમજ મ.પ.હે.વ. વડગામ, મેમદપુર અને મેપડાની ટીમ જોડાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...