વિરોધ પ્રદર્શન:ખેતીપ્રધાન દેશમાં ખેડૂતો પોતાના હક માટે આંદોલન કરવા મજબૂર બન્યા

વડગામ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગાંધીનગર આંદોલનમાં હાજર રહેવા વડગામ કિસાન સંઘના પ્રમુખની અપીલ

બનાસકાંઠાના ખેડૂતો ગાંધીનગર ખાતે વિવિધ મુદ્દાઓને લઈ ચાલતા કિસાન સંઘના આંદોલનમાં સોમવારે હાજર રહેવા માટે કિસાન સંઘના પ્રમુખે અપીલ કરી હતી તે અંગે ડાલવાણા ગામમાં મીટીંગ યોજાઇ હતી. ગાંધીનગરમાં છેલ્લા કેટલાય દિવસોથી સમગ્ર ગુજરાત રાજ્યના ખેડૂતો કિસાન સંઘના નેજા હેઠળ વિવિધ માંગોને લઈ આંદોલન કરી રહ્યા છે.

બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો ગાંધીનગર ખાતે કિસાન સંઘના નેજા હેઠળ પોતાની માંગોને લઈ પ્રદર્શનમાં હાજરી આપવાના છે.વડગામ તાલુકાના ખેડૂતો મોટી સંખ્યામાં હાજર રહે તે માટે ડાલવાણામાં કિસાન સંઘના પ્રમુખ લક્ષ્મણભાઈ ચૌધરીના હાજરીમાં ખેડૂતોની મીટીંગ યોજાઇ હતી.

જેમાં તેમણે જણાવ્યું હતું કે સરકાર દ્વારા ખેડૂતોને મોટો અન્યાય થઈ રહ્યો છે,સમાન વીજદર મળતો નથી, મીટર આધારિત બોરવેલનું વીજબીલ દર મહિને લેવું, વધારાની સ્કીમ લાવવાથી ખેડૂતો તેમજ વીજ કંપનીને ફાયદો થશે, કિસાન સૂર્યોદય યોજના તત્કાળ સમગ્ર ગુજરાતમાં અમલ કરવી.

અન્ય સમાચારો પણ છે...