ફરિયાદ:જૂનીનગરીમાં યુવતીનું અપહરણ કરનારના ઘર પર ટોળાનો હુમલો

વડગામ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ખેરાલુ તાલુકા પંચાયતના સદસ્ય સહિત ચાણસોલ અને નવીનગરીના ટોળા સામે ફરિયાદ

વડગામ તાલુકાના જૂની નગરીનો એક યુવક નજીકના ગામની જ યુવતીનું અપહરણ કરી ગયો હતો. જેના ઘરે આવેલા ટોળાએ યુવતીને પરત આપો તેમ કહી પરિવારજનો ઉપર હુમલો કર્યો હતો તેમજ ઘરમાં તોડફોડ કરી વાહનોને નુકસાન પહોંચાડ્યું હતું. આ ઘટનામાં ખેરાલુ તાલુકા પંચાયતના સદસ્ય સહિત ચાણસોલ અને જુનીનગરીના 15 શખ્સો સામે વડગામ પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

નવીનગરીના રગનાથભાઈ નરસંગભાઈ ચૌધરીનો પુત્ર તારીખ 2 જૂન-2022ના દિવસે કોઈને કહ્યા વગર ઘરેથી જતો રહ્યો હતો. દરમિયાન બપોરના સુમારે વડગામ તાલુકાના નવીનગરીના રઘનાથભાઈ હરિસંગભાઈ ચૌધરી, વિનોદભાઈ નરસંગભાઈ ચૌધરી, મોઘજીભાઈ વાલજીભાઈ ચૌધરી, દિનેશભાઈ વાલજીભાઈ ચૌધરી, રઘુભાઈ દલુભાઈ માઢીયા, રમેશભાઈ ફલજીભાઈ ચૌધરી, ખેરાલુ તાલુકાના ચાણસોલના ગૌતમભાઈ નથુભાઈ ચૌધરી, પંકજભાઈ નાથુભાઈ ચૌધરી, મેઘરાજભાઈ પચાણભાઈ ચૌધરી, ભરતભાઈ વાલજીભાઈ ચૌધરી અને બીજા ચારથી પાંચ શખ્સો રઘનાથભાઈના ઘરે આવ્યા હતા.

અને તમારો દીકરો વિપુલ છોકરીને ભગાડી ગયો છે તે તાત્કાલિક પાછી આપી દો તેમ કહી ધોકા, લાકડી લોખંડની પાઇપથી હુમલો કરી પરિવારના સભ્યોને ઇજા પહોંચાડી હતી. તેમજ ઘરના બારી બારણાના કાચ ફોડી નાખ્યા હતા. ઘર આગળ પડેલા વાહનોને નુકસાન કર્યું હતું.

ખેરાલુ તા.પં. ભાજપના સભ્ય ટોળામાં સામેલ
નવીનગરીમાં થયેલા હુમલામાં ખેરાલુ તાલુકા પંચાયતના ભાજપના સદસ્ય અને ભુવાજી ચાણસોલના ભરતભાઈ વાલજીભાઈ ચૌધરી પણ સામેલ હતા. તેમની ઉપર પણ ફરિયાદ થતાં પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...