એટ્રોસીટી હેઠળ ગુનો:બાવલચુડી ગામમાં ગટરનું કામ કેમ રિપેર નથી કરાવતા તેમ કહી સરપંચ પર હુમલો

વડગામ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સરપંચે ગામના ત્રણ શખ્સો સામે એટ્રોસીટી હેઠળ ગુનો નોંધાવ્યો

વડગામ તાલુકાના બાવલચુડી ગામે ગટરનું કામ કેમ રિપેર કરતા નથી તેમ કહી સરપંચ પર હુમલો કરતાં તરત જ છાપી પોલીસ મથકે ગામના જે ત્રણ શખ્સો સામે એટ્રોસિટી હેઠળ ગુનો નોંધાયો હતો.આથી પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. વડગામ તાલુકાના બાવલચુડી ગામના વિનોદભાઈ નરસિંહભાઈ ચૌહાણ રવિવારે સાંજના સાડા સાત વાગ્યાના સુમારે પત્ની ભીખીબેન, દીકરો હાર્દિક, કાકાના દીકરો શૈલેષભાઈ અને તેમના મિત્ર રવિન્દ્રભાઈ ચૌહાણ સાથે ઘરે હાજર હતા.

દરમિયાન ગામના જવાનજી કરશનજી ઠાકોર કહેવા લાગેલા કે કેમ ગટરનું પાણી નીકળે છે અને તમે કેમ રિપેર કરાવતા નથી જેથી સરપંચ વિનોદભાઈએ કહ્યું કે, હાલમાં મંજુર મળેલ નથી અને સવારમાં નવીન લાઇન નાખવાની છે તેમ કહેતાં તેમની સાથે આવેલ ત્રણેય શખ્સો એકદમ ઉશ્કેરાઇ જઇ અપશબ્દો બોલવા લાગેલ જેથી સરપંચ વિનોદભાઈએ અપશબ્દો બોલવાની ના કહેતાં તેઓ સરપંચને જાતિ અપમાનીત શબ્દો બોલવા લાગેલ જેથી સરપંચે જાતિ અપમાનિત અપશબ્દો બોલવાની ના કહેતા ચારેય જણ એકદમ ઉશ્કેરાઇ જઇ સરપંચને આડેધડ શરીર ઉપર ગડદાપાટુનો માર મારવા લાગેલ જેથી શૈલેષભાઈ અને રવિન્દ્રભાઈ વચ્ચે પડી વધુ મારમાંથી છોડાવ્યા હતા.આ બનાવને લઈ પંથકમાં ચકચાર મચી ગઈ છે.

ત્યારબાદ સરપંચ વિનોદભાઈ ચૌહાણએ છાપી પોલીસ મથકે ગામના જ અશોકજી સુરાજી ઠાકોર, જેશુગજી ભીખાજી ઠાકોર, જીગ્નેશજી જવાનજી ઠાકોર અને જવાનજી કરશનજી ઠાકોર સામે એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધાવ્યો હતો આથી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...