વડગામ તાલુકાના ડાલવાણા થી ઈકબાલગઢ ને જોડતા માર્ગ ઉપર બાઇક સ્લિપ થતાં ડાલવાના યુવકનું મોત થયું હતુ. માર્ગની બંને સાઈડોમાં દબાણો કરવામાં આવતાં સામસામે આવતા નાના વાહનો પણ સાઈડ લઈ શકતા નથી. જેના કારણે આ માર્ગ પર અવારનવાર નાના મોટા અકસ્માત સર્જાય છે.
આ અંગેની વિગત મુજબ વડગામ તાલુકાના ડાલવાણા - ઈકબાલગઢ રોડ પર સોમવારે રાત્રે ડાલવાણા ગામના સુધીરભાઈ પ્રહલાદભાઈ પ્રજાપતિ (ઉ. વ. 23) મોટરસાયકલ લઈને ખેતરમાં જતા હતા. ત્યારે અકસ્માત નડ્યો હતો. જેમાં સુધીર પ્રજાપતિનું ઘટના સ્થળે કરુણ મોત થયું હતું. ગામમાં અરેરાટી વ્યાપી જવા પામી હતી.
આગાઉ પણ આ રસ્તા ઉપર ભારે દબાણો કરી રોડને અડીને જ પાકી વાડો કરી છે. તેમજ રોડને અડીનેજ પથ્થરો મુકાયા હોવાથી સામસામે આવતા નાના વાહનો પણ સાઈડ લઈ શકતા નથી. જેના પરિણામે અકસ્માતો સર્જાય છે. જ્યાં રસ્તાની બંને સાઈડો ખુલ્લી કરવા માટે માર્ગ મકાન વિભાગ ઉદાસીનતા દાખવતું હોય તેવું લોકો જણાવી રહ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.