બેઠક:26 મી એ પાલનપુરમાં યોજાનાર મહારેલીમાં મોટી સંખ્યામાં ખેડૂતોને ઊમટી પડવા હાકલ

વડગામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વડગામના પેપોળમાં મોકેશ્વર ડેમ અને કરમાવાદ તળાવમાં પાણી ભરવા ખેડૂતોની બેઠક મળી

વડગામ તાલુકામાં આવેલા મોકેશ્વર જળાશય તેમજ જલોતરા નજીક આવેલા કરમાવાદ તળાવમાં પાણી ભરવા માટે ગુરુવારે પેપોળ પંથકના ખેડૂતોની પેપોળમાં અંબાજી માતાના મંદિર ખાતે બેઠક યોજાઇ હતી. મોકેશ્વર જળાશય તેમજ જલોતરા પાસેના કરમાવાદ તળાવમાં પાણી ભરવા માટે છેલ્લા ઘણા સમયથી રાજકીય આગેવાનો અને સરકાર દ્વારા વડગામ તાલુકાની જનતાને લોલીપોપ આપી માત્ર ઠાલા વચનો જ આપવામાં આવી રહ્યા છે. વડગામ તેમજ પાલનપુર તાલુકામાં ખેડૂતોને સિંચાઇના પાણી માટે ભારે હાલાકીઓ વેઠવી પડી રહી છે.

નહીંવત વરસાદના કારણે વડગામ તેમજ પાલનપુર તાલુકામાં પાણીના તળ ઉંડા જવાથી ખેડૂતોના બોરવેલ ફેલ થઇ રહ્યા છે. પશુપાલન ઉપર નિર્ભર વડગામ તેમજ પાલનપુર તાલુકાના ખેડૂતોને ના છૂટકે હિજરત કરવી પડે તેવા એંધાણ વર્તાઇ રહ્યા છે. જેના કારણે વડગામ તેમજ પાલનપુર તાલુકાના ખેડૂતો દ્વારા કરમાવાદ તળાવમાં કળશમાં માટી ભરીને પુજા કરી ઠેર-ઠેર ગામડાઓમાં કળશની પુજા કરવામાં આવી રહી છે. અને કરમાવાદ તેમજ મોકેશ્વરમાં પાણી ભરવા માટેનું આંદોલન વેગ પકડતું રહ્યું છે.

26 મે ના પાલનપુર ખાતે યોજાનાર મહારેલીમાં વડગામ પંથકમાંથી ખેડૂતો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહે તે માટે ગુરુવારના પેપોળ ખાતે ખેડૂતોની બેઠક યોજાઇ હતી. જેમાં પેપોળ સરપંચ સુરેશભાઇ ગોળ, વડગામ ખરીદ વેચાણ સંઘના પુર્વ ચેરમેન જેઠાભાઇ પટેલ, કેશરસિહ સોલંકી (નિવૃત કમિશ્નર), પુર્વ સરપંચ અભેરાજભાઇ ગોળ સહીત મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. મોટી સંખ્યામાં ખેડૂતોને મહારેલીમાં પધારવા આહવાન કરાયું હતુ.

અન્ય સમાચારો પણ છે...