વિવાદ:વડગામના એદ્રાણા ગામે ફેન્સીંગ વાડ કરવા મામલે મારામારી થઈ

વડગામએક મહિનો પહેલા
  • કૉપી લિંક

વડગામ તાલુકાના એદ્રાણા ગામના મુળજીભાઈ રૂપાવટ ગણેશભાઈ રૂપાવટ બન્નએ સર્વે નંબર 03/ 2 જમીન એનએ કરી પ્લોટીંગ પાડ્યું હતું.જ્યાં ગામના જ રમેશભાઈ મુજી, કેશરભાઈ મુજીએ રસ્તામાં સાડા ત્રણેક ફૂટના અંતરે શૌચાલય બનાવી દબાણ કરતા ગ્રામ પંચાયતે બંને દબાણકર્તાઓને દબાણ દૂર કરવા નોટીસ આપેલ હતી.પરંતુ રવિવારે બપોરના સુમારે મુળજીભાઈ માપણી પ્રમાણે ફેન્સીંગ વાડ કરી થાંભલા નાખતા હતા.

દરમિયાન રમેશભાઈ મુજી આવીને કહેવા લાગ્યા કે કેમ અહીંયા કેમ ખાડા ખોદો છો જેથી મુળજીભાઈ અને ગણેશભાઈ કહ્યું કે, આ રસ્તો તમારી માલિકીનો છે જેથી અમે ફેન્સીંગ વાડ કરીએ છીએ તેમ કહેતા રમેશભાઈ પોતાના મોબાઈલ ફોન પરથી પ્રકાશભાઈ, લક્ષ્મણભાઈ અભેરાજભા, સંદીપભાઈ ને જણાવતા તમામ શખસો આવીને રસ્તામાં પડેલ થાંભલા ઉપાડી ફેંકી દેતા બે થાંભલાઓને નુકસાન પહોંચ્યું હતું. જેથી ગણેશભાઈ અને મૂળજીભાઈએ આવેલ શખ્સોને એકદમ ઉશ્કેરાઈ જઈ ગડદાપાટુનો મારમારી અપશબ્દો બોલવા લાગેલ જેથી ગામના અન્ય લોકો વચ્ચે પડી વધુ મારમાંથી છોડાવ્યા હતા.

તેમજ જતા જતા તે શખ્સો કહેવા લાગેલ કે હવે પછી આ રસ્તામાં થાંભલા નાખવા આવ્યા તો તમને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપતા મુકેશભાઈ મૂળજીભાઈ ચૌધરીએ છાપી પોલીસ મથકે ગામના રમેશભાઈ રામસંગભાઈ મુજી, પ્રકાશભાઈ લક્ષ્મણભાઈ મુજી, લક્ષ્મણભાઈ હાથીભાઈ મુજી, અભેરાજભાઈ રઘજીભાઈ રૂપાવટ, મોંઘજીભાઇ રામસંગભાઈ મુજી, કેશરભાઈ રઘજીભાઈ મુજી, હેમરાજભાઈ દલસંગભાઈ મુજી અને સંદીપભાઈ રમેશભાઈ મુજી સામે ગુનો નોંધાવ્યો હતો.પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...