ખેતી:વડગામના ઘોડીયાલ ગામના 72 વર્ષિય ખેડૂતે તાલુકામાં 2006માં સૌપ્રથમ બટાકાની ખેતીની શરૂઆત કરી હતી

વડગામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ટપક અને ફુવારા પદ્ધતિનો ઉપયોગ કરી વધુ ઉત્પાદન કરી મેળવી આજે સુખી સંપન્ન થયા

જયમીન ઠાકર વડગામના ઘોડીયાલ ગામના 72 વર્ષીય ખેડૂત બટાકાની ખેતી કરી તાલુકાના એક મોટા ખેડૂત બન્યા છે. તેમણે વડગામ તાલુકામાં સૌપ્રથમ 2006માં પોતે બટાકાની ખેતીની શરૂઆત અને તેમાં ટપક અને ફુવારા પદ્ધતિ લાવી તેનો ઉપયોગ કરી ઓછા પાણીએ વધુ ઉત્પાદન કરી મબ્લખ ઉત્પાદન મેળવી આજે તેઓ સુખી સંપન્ન થયા છે.

ઘોડીયાલ ગામમાં ખેડૂતો નહિવત પ્રમાણમાં ઘઉંની વાવણી કરે છે. ગામના આગેવાન અને વડગામ તાલુકાના ખેડૂતોના અગ્રણી 72 વર્ષીય ભીખાભાઈ ચૌધરીએ તાલુકામાં સૌપ્રથમ 2006માં પોતે બટાકાની ખેતી કરી હતી અને તેમાં પણ તેઓએ ટપક અને ફુવારા પદ્ધતિનો ઉપયોગ કર્યો હતો. ત્યારથી લઈ શિયાળાના પાકમાં ફક્ત બટાકાની ખેતી કરે છે આજે સુખી સંપન્ન ખેડૂત બન્યા છે.

ભીખાભાઇ ચૌધરીએ જણાવ્યું હતું કે ‘ચાલુ વર્ષે તેમણે 38 હેક્ટરમાં બટાકાનું વાવેતર કર્યું છે અને જેનો ખર્ચ રૂ. 17 લાખ જેટલો થયો છે પણ જ્યારે તે બટાકા માર્કેટમાં જશે ત્યારે તેમને 35 લાખ જેટલી આવક થશે. બટાકાને ખેતીમાં આધુનિક પદ્ધતિથી ખેતી કરવાથી વાવણી માટે પણ ઓછો સમય થાય છે અને જ્યારે તેને તૈયાર થઇ કાઢવામાં આવે છે ત્યારે પણ તે બહુ ઓછા સમયમાં નીકળી જાય છે અને ખેડૂતને તેનું ત્રણ ગણું કે બમણું ઉપજ મળે છે .

રાજ્ય સરકારના મુખ્યમંત્રી હસ્તે બે વાર એવોર્ડ એનાયત કરાયો
ઘોડીયાલ ગામના ખેડૂત ભીખાભાઈ ચૌધરીને તત્કાલીન રાજ્ય સરકારના મુખ્યમંત્રી અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે તેમને બે એવોર્ડથી સન્માનિત કર્યા હતા. 2006 પછી ગામમાં ઘઉંનું વાવેતર ઓછું જ્યારે 2006માં ભીખાભાઈએ ગામોમાં બટાકાની ખેતી શરૂ કરી અને તેમને ખેડૂતોને જાગૃત કર્યા જેને લઇ ગામની વાવેતરની કુલ જમીનના 80 ટકા કરતાં વધુ જમીનમાં બટાકાનું વાવેતર થાય છે. વડગામ તાલુકામાં બટાકાનું સૌથી વધુ વાવેતર કરતું ગામ ઘોડીયાલ ગામ છે.

ચોમાસાના પાણીનો પીવાના પાણીમાં ઉપયોગ કર્યો ભીખાભાઈ ચૌધરીએ ચોમાસાનું પાણી ખેતર માં બનાવેલી કુંડીમાં એકઠું કરે છે અને ત્યાર પછી એ એકઠું કરેલું પાણી ફિલ્ટર કરી ઘરમાં રસોઈ બનાવવા માટે, પીવા માટે પણ ઉપયોગ કરી શકે તેવો પ્લાન પણ કુવા પર બનાવ્યો છે .

ખેતી અંગે તાલુકાના ખેડૂતોને જાગૃત કર્યા
અમારા ગામના ખેડૂત ભીખાભાઈ ચૌધરીએ તાલુકા અને સમગ્ર રાજ્યમાં અમારા ગામનું નામ ગુંજતું કર્યું છે અને તેમણે તાલુકામાં સૌપ્રથમ પહેલા બટાકાનું વાવેતર ફુવારા પદ્ધતિ, ટપક સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ કરી ઓછા પાણીએ વધુ ખેતીનું શરૂઆત કરી હતી અને ત્યારબાદ તેમણે ગામ અને તાલુકાના ખેડૂતોને જાગૃત કર્યા હતા. >લક્ષ્મણભાઈ પ્રજાપતિ, તાલુકા પંચાયત સદસ્ય વડગામ

અન્ય સમાચારો પણ છે...