ધરપકડ:દારુના ગુનામાં અઢી વર્ષથી નાસતો ફરતો શખસ ઝબ્બે

થરાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

થરાદ પોલીસ તથા વિભાગીય પોલીસ અધિક્ષક થરાદ વિભાગની ટીમના માણસો થરાદ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. દરમિયાન થરાદના વિદેશી દારૂની હેરાફેરીના ગુનામાં નાસતો ફરતો શખસ પુનમારામ ધરમાભાઈ ઉર્ફે ધન્નારામ કોળી (રહે.અચલપુર,તા.સાંચોર,જી.જાલોર-રાજસ્થાન) થરાદ આજુબાજુ આવતો હોવાની પો.ઈન્સ. આર.એસ.દેસાઈને બાતમી મળી હતી. આથી વિધાનસભા ચુંટણી લગત નારોલી મુકામે ઉભી કરેલ હંગામી પોલીસ ચેકપોસ્ટ ખાતેથી તેને ઝડપી લઇ વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...