મોતની છલાંગ:થરાદના નાગલા પુલ નજીક મુખ્ય નર્મદા નહેરમાં કૂદી યુવકનો આપઘાત; ત્રણ કલાકની ભારે જહેમત બાદ મૃતદેહ મળી આવ્યો

થરાદ21 દિવસ પહેલા
  • કૉપી લિંક

થરાદના નાગલા પાસેની મુખ્ય નર્મદા નહેરમાં યુવક ડૂબ્યો હતો. જેની ત્રણ કલાકની શોધખોળ બાદ લાશ મળી આવી હતી કે જે લાખણીના ચિત્રોડા ગામનો હોવાની ઓળખ થવા પામી હતી.

ત્રણ કલાક બાદ યુવકનો મૃતદેહ મળી આવ્યો
થરાદના નાગલા પાસેથી પસાર થતી મુખ્ય નર્મદા નહેરના પુલ પાસે અજાણ્યા યુવકે મોતની છલાંગ લગાવી હતી. કેનાલ પરના રાહદારીઓની નજર પડતાં ઘટના સ્થળે લોકો એકઠાં થવા પામ્યા હતા. જેમાં કોઈએ નગરપાલિકાના તરવૈયાને જાણ કરતાં પાલિકાના તરવૈયા સુલતાન મીરે ઘટના સ્થળે પહોંચી ત્રણ કલાક બાદ યુવકના મૃતદેહને બહાર કાઢતાં તેની ઓળખ થવા પામી હતી.

મૃતક લાખણીના ચિત્રોડા ગામનો હોવાની ઓળખ થવા પામી
મૃતક લાખણી તાલુકાના ચિત્રોડા ગામનો હોવાનું જાણવા મળતાં તેના પરિવારજનોને જાણ કરવામાં આવતાં મૃતકનો પરિવાર ઘટના સ્થળે દોડી આવ્યો હતો. યુવકનો મૃતદેહ તેના પરિવારને સોંપી દીધો હતો. મૃતક યુવકે કયા કારણોસર આપઘાત કર્યો તેનું કારણ જાણવા મળ્યું નથી. પરંતુ તેણે મુખ્ય નહેરમાં આપઘાત કરી જીવન ટૂંકાવી દેતાં પંથકમાં અરેરાટી વ્યાપી જવા પામી છે.

અન્ય સમાચારો પણ છે...