અબોલ જીવની સેવા:થરાદમાં લંપી વાયરસથી ગૌમાતાને બચાવવા સંગઠનના કાર્યકર્તાઓ કરી રહ્યા છે ગૌ સેવાની પ્રવૃત્તિ

થરાદ5 દિવસ પહેલા
  • કૉપી લિંક

લંપી વાયરસનો પગપેસારો યથાવત હોઈ લંપી વાયરસને રોકવા કેટલાય સેવાભાવી સંસ્થાઓ સહિત ધર્મપ્રેમી લોકો ગૌ સેવાની કામગીરી કરી રહ્યા છે. ત્યારે લંપી વાયરસથી ગૌમાતાને બચાવવા થરાદ ખાતે વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, જીવદયા સેવા સંગઠન, શેણલ યુવક મંડળ સહિત સંગઠનના કાર્યકર્તાઓ સેવા આપી રહ્યાં છે. છેલ્લા દસ દિવસથી ગૌસેવા અર્થે સક્રિય સેવાકીય સંગઠનોએ અત્યાર સુધી ચેપગ્રસ્ત 150થી વધુ ગૌમાતાઓને જરૂરી તમામ સારવાર કરી ચૂક્યા છે.

ગાયના આખા શરીરે નવસેકું પાણી લગાવી સેવા કરાઈ રહી છે
તેમજ આ સેવાકીય કાર્યમાં 30થી વધુ કાર્યકરો સેવામાં સહભાગી બની ગૌમાતાને લંપી વાયરસથી બચાવવા તેઓ દ્વારા ડૉક્ટરને બોલાવી સારવાર કરાવી રહ્યા હોવાનું કાર્યકરે જણાવ્યુ હતું. રોગ ન ફેલાય તેની કાળજીના ભાગરૂપે મધ્યમ ગરમ પાણીમાં ફટકડી નાખ્યા બાદ પાણીવાળું કપડું કરીને ગાયના આખા શરીરે નવસેકું પાણી લગાવી સેવા કરાઈ રહી છે. ત્યારે ગૌ માતાને લંપી વાયરસથી બચાવવા સંગઠનના કાર્યકર્તાઓ અથાક પ્રયત્નો કરી રહ્યા હોઈ તેમની કામગીરી ખરેખર માનવતાના દર્શન કરાવે છે.

અન્ય સમાચારો પણ છે...