દશામાંના વ્રતની તૈયારીઓ:થરાદમાં બજારમાં મૂર્તિઓની ખરીદી માટે મહિલાઓ ઉમટી પડી; આવતી કાલથી દસ દિવસ મહિલાઓ વ્રત રાખશે

થરાદ22 દિવસ પહેલા
  • કૉપી લિંક

થરાદ ખાતે દશામાંની મૂર્તિઓનું વેચાણ માટે આગમન થતાં તાલુકાભરમાંથી મહિલાઓ ખરીદી કરવા ઉમટી પડતાં બજારમાં લોક મેળા જેવા દ્રશ્યો સર્જાતાં ભીડ જામી હતી. અષાઢ વદ અમાસના દિવસે મહિલાઓમાં દશામાંના દસ દિવસના શરૂ થતાં વ્રત માટે આજે બજારમાં વેપારીઓ દ્વારા સાંઢણી સવાર સાથે માતાજીની મૂર્તિઓનું વેચાણ થઈ રહ્યું છે. ત્યારે તાલુકાભર માંથી મહિલાઓ માતાજીની મૂર્તિઓ ખરીદવા ઉમટી પડતાં બજારમાં ભરચક ભીડ જોવા મળી રહી હતી.

સ્થાનિક સિઝનેબલ વેપારીઓ તેમજ ડીસાથી મૂર્તિઓનું વેચાણ કરવા આવેલા વેપારીઓ મુખ્ય બજારના જાહેર રસ્તા પર મૂર્તિઓ ગોઠવી દેતાં ખરીદી માટે મહિલાઓના ટોળારૂપે ભીડ સર્જાતાં બળિયા હનુમાન ચોકથી માંડી ચાચર ચોક સુધી ભારે ભીડ હોવાના કારણે વાહન ચાલકોને પસાર થવામાં મુશ્કેલી સર્જાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...