મુલાકાત:રાજસ્થાનની સરકાર ગૌશાળાઓને સહાય આપે છે ત્યારે ગુજરાતમાં તો ધર્મના નામે ચૂંટાયેલી સરકાર છે

થરાદ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રાજસ્થાનના સંત શ્રી દત્ત શરણાનંદજી મહારાજે સરકારને ટકોર કરી
  • સંતેઅન્ય સાધુ-સંતો સાથે થરાદના ઉપવાસીઓની મુલાકાત લીધી

રાજ્ય સરકારે ગૌશાળાઓને જાહેર કરેલ 500 કરોડની રકમ ફાળવવામાં આવે તેવી માંગણી કરીને જ્યાં સુધી આ રકમ ગૌશાળાના ખાતામાં નહીં આવે ત્યાં સુધી અન્ન નહીં લેવાની પ્રતિજ્ઞા સાથે થરાદ તાલુકાની ભોરોલ ગામની શ્રી હિંગળાજ ગૌશાળાના ટ્રસ્ટી રાણાભાઇ રતાજી રાજપુત અને વાવ તાલુકાના નેસડા ગામના રમેશભાઈ ગામોટ ચાર દિવસથી ઉપવાસ પર ઉતરી ગયા છે.શનિવારે થરાદ હાઇવે પર મંડપ બાંધીને તેમના સમર્થનમાં પંથકના ગૌભક્તો અને સાધુ, સંતો,મહંતો દ્વારા ધરણાં કાર્યક્રમમાં સહભાગી બનીને માંગણી બુલંદ બનાવવામાં આવી રહી છે.

જેની વચ્ચે શનિવારે બપોરે રાજસ્થાનના ગૌતમ પથમેડાના સંત શ્રી દત્ત શરણાનંદજી મહારાજે પણ બંને ઉપવાસીઓની મુલાકાત લઈ ખબર અંતર પૂછ્યા હતા. તેમજ રાજસ્થાનની કોંગ્રેસની સરકાર પણ ગૌશાળાઓને સહાય આપે છે, તો ગુજરાતમાં તો ધર્મના નામે ચૂંટાયેલી ભાજપની સરકાર છે તે કેમ ન આપી શકે તેમ જણાવી બંને ઉપવાસીઓના સાહસની સરાહના કરી હતી.

તેમજ તેઓ તેમની સાથે હોવાનું અને ઉપવાસીઓને ગૌમાતા બળ આપશે એવા આર્શિવાદ સાથે તેઓ પણ ગુજરાત સરકારને જાહેર કરેલ સહાયની રકમ સત્વરે ગૌશાળાઓમાં ચૂકવી આપે અને થરાદમાં અનશન પર બેઠેલા બંને ઉપવાસીઓના ઉપવાસ સત્વરે ખોલાવવામાં આવે તે માટે તેઓ પણ ગુજરાત સરકાર સાથે વાત કરશે તેમ જણાવ્યું હતું.

દત્ત શરણાનંદજી મહારાજે થરાદમાં ગાયો માટે ચાલી રહેલા સેવા કેમ્પની પણ મુલાકાત લીધી હતી. અને ગૌભક્ત રામભાઈ રાજપુતનું કંઠી પહેરાવી સન્માન પણ કર્યું હતું.આ પ્રસંગે ટેટોડા ગૌશાળાના રતનદાસ, ડીસાના જશવંત શાસ્ત્રી સહિત આજુબાજુની ગૌશાળાઓના સંચાલકો અને સાધુ સંતો મહંતો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...