નર્મદાનું પાણી નહીં મળે:થરાદની મુખ્ય નર્મદા નહેરમાં પાણી આઠ દિવસ માટે બંધ; પાણી પુરવઠા કર્મચારીએ શહેરીજનોને પાણી સ્ટોક કરવા સૂચના આપી

થરાદ11 દિવસ પહેલા
  • મુખ્ય નર્મદા નહેરની સફાઈ અને રીપેરીંગ કામગીરી હાથ ધરવામાં આવ્યું

થરાદની મુખ્ય નર્મદા નહેરમાં પાણી આઠ દિવસ માટે બંધ રેહશે. તેના લીધે તંત્રએ શહેરીજનોને પાણી સ્ટોક કરવા સૂચના આપી છે. થરાદની મુખ્ય નર્મદા નહેરમાં પાણી બંધ કરવાનો નિર્ણય આજે વહેલી સવારથી કરવામાં આવ્યો છે. સરદાર સરોવર નર્મદા નિગમ દ્વારા સફાઈ અને રીપેરીંગ કામગીરી કરવાની હોઈ જેને લઇ પાણી બંધ કરવામાં આવશે.

નર્મદા નહેર દ્વારા સિંચાઇ તેમજ પીવાનું પાણી પૂરું પડાય છે
બનાસકાંઠાના થરાદ, ભાભર, વાવ, સુઈગામ, દિયોદર સહિતના તાલુકાઓના ગામડાઓમાં નર્મદા નહેર દ્વારા સિંચાઇ તેમજ પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે. ત્યારે હવે આ મુખ્ય નર્મદા નહેરની સફાઈ કામગીરી હાથ ધરવાના પગલે પાણી બંધ રાખવા માટેની સૂચનાઓ આપવામાં આવી છે. બીજી ઓગસ્ટ થી દશ ઓગસ્ટ સુધી મુખ્ય નર્મદા નહેર બંધ રહેશે તેવી નર્મદા નહેરના કમાન્ડ એરિયામાં લાગતા વિસ્તારોમાં જાણ કરવામાં આવી છે. મુખ્ય નર્મદા નહેરની સફાઈ બાબતની જાણ કરી પંથકના લોકોને પાણીનો સ્ટોક રાખવા જાણકરવામાં આવી છે. જોકે દર વખતે નહેરની સફાઈ મુદ્દે લાખો રૂપિયા ખવાઈ જવાના આક્ષેપો થયા છે. ત્યારે આ વખતે પણ મુખ્ય નર્મદા નહેરની સફાઈ અને રીપેરીંગ કામગીરી હાથ ધરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...