આ ગામમાં હવે સંપૂર્ણ દારુબંધી:થરાદના જેટા ગામે ગ્રામજનોએ વીડિયો વાઈરલ કરી દારુબંધી કડક અમલ થાય તેવી માંગ કરી; દારુ દેખાશે તો એ પોલીસની જવાબદારી રહેશે

થરાદ10 દિવસ પહેલા

તાજેતરમાં બોટાદ અને ભાવનગરમાં લઠ્ઠાકાંડની બનેલી ઘટનાને લઇ દારૂબંધીની માંગ ઉઠી છે. દારૂબંધીનો કડક અમલ થાય તે માટે લોકમાંગ કરી રહ્યા છે. બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના ઝેટા ગામમાં દેશી તથા વિદેશી દારુનું ધૂમ વેચાણ ખુલ્લેઆમ થઈ રહ્યુ હોવાના આક્ષેપ થઈ રહ્યા છે. સાંજના સમયે જ્યારે લોકો દૂધ ભરાવાના સમયે ગામમાં આવે છે. ત્યારે આ બુટલેગરો દેશી દારૂની પોટલીઓ અને ઇંગ્લિશ દારૂના જથ્થા લઈને ગામની અંદર દુકાનોની આજુબાજુ લઈને બેસતા હોવાના ગ્રામજનો આક્ષેપ કરી રહ્યા છે. ગ્રામજનો નું કહેવું છે ગામનો કોઈપણ વ્યક્તિએ લોકોને કહેવા જાય ત્યારે એ લોકો પોલીસ કેસનો અથવા ખોટા આક્ષેપોનો ડર બતાવે છે. ત્યારે કોઈ ગામના લોકો કહેવાની હિંમત નથી કરતા અને પોલીસ અને એલસીબીની રહેમ નજર હેઠળ આ દારુનું ધૂમ વેચાણ થઈ રહ્યું હોવાના ગ્રામજનોએ આક્ષેપ કર્યા હતા.

કઈ-કઈ જગ્યાએ દારુ વેચાય છે તે જગ્યાનો પણ ઉલ્લેખ કર્યો
થરાદ તાલુકાના ઝેટામાં ખુલ્લેઆમ દારૂનું વેચાણ જેમ કે રાજસ્થાનની અંદર જે દારૂઓના ઠેકા છે લાયસન્સવાળા તેવી જ રીતે આ થરાદ તાલુકાના ઝેટા ગામમાં વેચાણ થઈ રહ્યું છે ત્યારે યુવા પેઢી ખૂબ જ દારૂને રવાડે ચડી રહી છે. પોલીસને અવાર નવાર કહેવડાવે છતાં પોલીસ કોઈપણ પ્રકારની એક્શન લેતી નથી. થરાદ તાલુકાના ઝેટા ગામની અંદર જે પાણીનું મોટો ટાંકો બનાવેલ છે ત્યાં આગળ નકળંગના મંદિરની બાજુમાં, ગામમાં પ્લોટ વિસ્તારમાં,અને ભોરડું થી ઝેટા રોડ અને વડગામડાથી ઝેટા રોડ ની વચ્ચે તળાવ આવેલ છે ત્યાં સાંજના પાંચ વાગ્યા થી લઈને આઠ વાગ્યા સુધી દારૂના અડ્ડા ધમ ધમી રહ્યા હોવાના ગ્રામજનોનાં આક્ષેપ છે.

હવે ગામમાં દારુ દેખાશે તો એ પોલીસની જવાબદારી- ગ્રામજનો
​​​​​​​
ગ્રામજનો ની માંગ છે કે દારૂ ની બદી પોલીસ બંધ કરાવી દારૂ વેચનારાઓ સામે કડક કાર્યવાહી કરે તેવી માંગ કરી.થરાદ ના ઝેટા ગામના સરપંચ રામાંબેન ઠાકોર ના પતિ જેતાભાઈ ઠાકોર જાહેર માં આહવાન કર્યું છે કે આજ પછી અમારા ગામમાં કોઈ પણ પ્રકારનો દારૂ ના પ્રશ્ન બનશે તો જવાબદાર થરાદ પોલીસ રહેશે તેવી ચીમકી આપી..

અન્ય સમાચારો પણ છે...