માગ:થરાદમાં કોન્ટ્રાક્ટરની બેદરકારીને કારણે સાઇડમાં ખાબકતાં વાહનો

થરાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રોડ ખોદાયો​​​​​​​, પરંતુ સાઇડ નહી દેખાતી હોવાથી અક્સ્માતો

થરાદમાં તંત્ર દ્વારા પાણીના ટાંકાથી નર્મદા કેનાલ સુધીના રોડની મંદગતિએ હાથ ધરવામાં આવેલી કામગીરી વચ્ચે ખોદકામ સુચવતા મજબુત નિર્દેશો નહી હોવાના કારણે જેનો ભય સેવાતો હતો તે સાચો પડતાં ત્રણ વાહનો ખાબકવાના બનાવો બન્યા છે. માર્ગના વિસ્તૃતિકરણ માટે સાઇડો પર ખોદવામાં આવેલાં ખાડાઓમાં વાહનચાલકો ન ખાબકે તે માટે સાઇડોમાં આડાશ રૂપે રેતીની ભરેલી થેલીઓ અને લાલ કલરની રેડિયલ પટ્ટી લગાવી વાહન ચાલકોને સાવચેત કરવામાં આવતાં હોય છે. ​​​​​​

માર્કેટયાર્ડથી કેનાલ વચ્ચે ફોરલેન રોડની હાથ ધરવામાં આવેલી કામગીરી વચ્ચે અમુક ઠેકાણે રેતી ભરેલી થેલીઓ આડાશ રૂપે મુકવામાં ન આવતાં અકસ્માતની ભીતી સેવાઇ રહી છે. અને તે સાચી પડતાં ત્રણ વાહનો ખાડામાં ખાબકવાના બનાવો બન્યા છે.

આ અંગે નગરના જાગૃત યુવક વાલમ મઢવીએ જણાવ્યું હતું કે ‘ફોરલેન રોડની કામગીરી દરમિયાન રાત્રે વાહનચાલક જોઇ શકે તેમ રોડની સાઇડો પર રેડીયમ પટ્ટી કે રેતીની ભરેલી થેલીઓના રૂપે આડાશ મુકવામાં નહિ આવતાં એક જીપડાલું તથા એક બાઇક અને ટ્રેકટર ખાબકવાના બનાવો બનવા પામ્યા છે. જો કે મોટી હોનારત સર્જાય તે પહેલાં સલામતીનાં સઘન પગલાં લેવામાં આવે તેવી લોકો દ્વારા માંગ કરવામાં આવી આવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...