ચોરીનો પ્રયાસ:થરાદ હાઇવે પરની બેન્કના એટીએમમાં ચોરોએ તોડફોડ કરી ચોરીનો પ્રયાસ કર્યો

થરાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
થરાદ હાઈવે પર આવેલા  એયુ સ્મોલ ફાઇનાન્સ બેન્કના એટીએમને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. - Divya Bhaskar
થરાદ હાઈવે પર આવેલા એયુ સ્મોલ ફાઇનાન્સ બેન્કના એટીએમને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું.
  • તસ્કરોને સફળતા ન મળતાં મોટી રકમની ચોરી થતાં અટકી ગઈ

થરાદ હાઇવે ચાર રસ્તા પાસે આવેલી એયુ સ્મોલ ફાઇનાન્સ બેન્કના એટીએમમાં તોડફોડ કરી શખ્સો દ્વારા ચોરી કરવાનો પ્રયાસ કરાયો હતો. બ્રાન્ચ મેનેજરની ફરિયાદના આધારે પોલીસે ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. થરાદ ડીસા હાઈવે પર અમર કોમ્પલેક્ષમાં એ.યુ સ્મોલ ફાઇનાન્સ બેન્ક થરાદ શાખાનું એટીએમ આવેલું છે.

31 ઓક્ટોબરના આઠેક વાગ્યાના સુમારે તેમની સાથે નોકરી કરતા પ્રવીણભાઈ કેશવદાસે ફોન કરીને તેમના બેંક મેનેજરને બેંકના એટીએમમાં તોડફોડ થયાની કોઈ કસ્ટમરે વાત કરી છે તેમ જણાવતાં તેઓ વતન કાણોદરથી થરાદ દોડી આવ્યા હતા. અને બેંકમાં નોકરી કરતા કર્મચારીઓ સાથે બેન્ક એટીએમ પર જઈને તપાસ કરતાં શખ્સો દ્વારા એટીએમમાં ચોરી કરવાના ઈરાદાથી એટીએમનો મુખ્ય દરવાજો તોડેલો જણાયો હતો.

તેના પાછળનું કીબોર્ડ કે કેમેરા તેમજ એટીએમના સેન્સરને નુકસાન કરેલ હતું. જોકે તેમાં રહેલા રૂપિયા સલામત રહ્યા હતા. આ અંગે તેમની બેંકની વડી કચેરીમાં જાણ કરી હતી. પોલીસે બ્રાન્ચ મેનેજર પરવેઝઆલમ કાદરભાઈ મનસુરી ની ફરિયાદના આધારે કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.બેંકના સીસીટીવી કેમેરામાં એક ટેણીયા સહિત ત્રણ શખ્સો પણ કેદ થયા હોવાનું પણ જાણવા મળ્યું હતા.જો કે તેમને કેમેરામાં રેકોર્ડિંગ થતું હોવાની ખબર પડતાં કેમેરા તોડી દીધા હતા.

અન્ય સમાચારો પણ છે...