થરાદની ક્રિષ્ણાનગર સોસાયટીમાં ભાડામાં મકાનમાં રહેતા અને ખાનગી શાળાની બસ ચલાવતા એક વ્યક્તિના ઘરમાંથી શનિવારે રાત્રે તસ્કરો સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમ મળીને આશરે પોણા બે લાખ રૂપીયાની ચોરી કરી ગયા હતા. બનાવ અંગે જાણ કરાતાં પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
થરાદની ક્રિષ્ણાનગર સોસાયટીમાં રહેતા અને સરસ્વતી શાળામાં ખાનગી બસમાં ચાલક તરીકે નોકરી કરતા વ્યક્તિ શનિવારે પોતાના વતન સુઇગામ ગયા હતા. આ વખતે અજાણ્યા તસ્કરોએ તેમના બંધ મકાનને ટાર્ગેટ બનાવ્યું હતું.અને તેનાં તાળાં તોડી ઘરમાં પ્રવેશ કરી તીજોરીમાંથી એક તોલાની બુટી, તોડી, લક્કી અને નજરીયાં મળીને ત્રણ તોલા સોના અને ચાંદીના દાગીના તેમજ રૂ. 30,000 રોકડ મળીને આશરે પોણા બે લાખ રૂપીયાની મત્તાની ચોરી કરી હતી. આ બનાવ અંગે તેમના પડોશી દ્વારા તેમને જાણ કરવામાં આવતાં તેઓએ આ અંગે થરાદ દોડી આવી થરાદ પોલીસને જાણ કરી હતી. આથી પોલીસે વધુ તજવીજ હાથ ધરી હતી. આ બનાવને લઇને ચકચાર પ્રસરી છે. .
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.