ઝપાઝપી:જીપડાલામાં બહાર રાખેલા હાથને ટ્રક ચાલકે ઇજા કરતાં જીપચાલકને માર્યો

થરાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રાજસ્થાનથી આવતી જાનમાં વરના પિતાને વાગતાં પુત્રોનો પિત્તો ગયો

રાજસ્થાનથી થરાદ આવી રહેલી જાનમાં જીપડાલામાં આગળની સીટ પર દરવાજાની બહાર હાથ રાખીને બેઠેલા વરરાજાના પિતાના હાથે એક ટ્રક ઘસડાઇને પસાર થતાં તેમને ઇજા થવા પામી હતી. આથી તેમના પુત્રોએ જીપડાલાના જ ચાલકના માથામાં પાઇપ ફટકારીને ઇજા પહોંચાડ હતી. પોલીસે જીપચાલકની ફરિયાદના આધારે ત્રણ સામે ગુનો દાખલ કર્યો હતો.

શંકરરામ બાબરારામ રબારી (રહે.મીઠડી,તા.સેડવા,જી.બાડમેર-રાજસ્થાન) તા.08 જુલાઇ-ના મામાના દિકરા સાથે સેડવા તાલુકાના સાતા ગામેથી થરાદના શિવનગરમાં આવેલી જાનમાં જીપડાલું ભાડે કરેલ હોઇ થરાદ તરફ આવી રહ્યા હતા. આ વખતે માંગરોળ નજીક આવતાં રાત્રિના આઠેક વાગ્યાના સુમારે ટ્રક તેમના જીપડાલાને ઘસડાઇને પસાર થતાં આગળ બેઠેલા વરરાજાના પિતા ભેરજી ચારણને ઇજા થતાં જીપડાલું ઉભું રખાવ્યું હતું. પરંતુ ટ્રક જતી રહી હતી.

આથી તેમણે જાનની આગળ જઇ રહેલી ગાડીઓને ફોન કરીને રોકાવી હતી. જેમાંથી ઉતરેલા ભેરજીના પુત્રો મહેશદાન, મલુદાન અને તેમના પિતરાઇ ગવરીદાને એકદમ ઉશ્કેરાઇને કેમ અમારા પિતાજીને વગાડ્યું તેમ કહીને અપશબ્દો બોલી ગવરીદાને માથામાં પાઇપ ફટકારી હતી. આથી તેણે બચવા બુમો પાડતાં આજુબાજુમાંથી દોડી આવેલા લોકોએ શંકરરામને છોડાવ્યો હતો. ઝપાઝપીમાં તેનું પાકીટ અને મોબાઇલ પણ ક્યાંક પડી જવા પામ્યું હતું. આથી માંગરોળની સરકારી દવાખાને સારવાર લીધી હતી. જો કે સમાધાન નહી થતાં બનાવ અંગે થરાદ મથકમાં પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...